અમીરગઢના ઈકબાલગઢમાં તંત્રની લાલ આંખ : વર્ષો જુના 400 જેટલા દબાણો દૂર કરવા કવાયત

arqSc6Ph3dA
બનાસકાંઠા

ઈકબાલગઢ 
અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ઈકબાલગઢમાં વર્ષો જૂના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાતા દબાણદારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
ઈકબાલગઢ મુખ્ય વેપારી મથક હોવાથી અહી રાજસ્થાન તથા દુર દુર સુધીના લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે પ્રજાએ અવારનવાર ટ્રાફીકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.જોકે, ઈકબાલગઢ ગ્રામ પંચાયત દ્વારા છાસવારે દબાણ વિશે મુદ્દો ઉઠાવવામાં આવતો હતો. દરમ્યાન તારીખ 10-2-2020 ના રોજ આદેશ આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમીરગઢ તાલુકાના અધિકારીઓ તથા ઈકબાલગઢ ગ્રામ પંચાયતના સંપૂર્ણ સ્ટાફ સાથે રહીને સમગ્ર ઈકબાલગઢમાં વર્ષો જૂના નાના મોટા આશરે 400 જેટલા દબાણો દૂર કરવા કવાયત હાથ ધરાઈ હતી.તેમાં ઈકબાલગઢ રેલ્વે ફાટકથી લઈને બજારની અંદર સુધીના દબાણો દૂર કરાયા હતા. જેથી દબાણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.