અંબાજીની છાપરી ચેકપોસ્ટ નજીક ટ્રેલરનો અકસ્માત સર્જાયો સદનસિબે અકસ્માતમાં જાનહાનિ ટળી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં આવેલા અંબાજીના આજુબાજુની ઘાટીમાં અનેકોવાર બેફામ વાહન ચાલકો અને વાહન ચાલકોના ભૂલના લીધે પણ અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠળાંગ અને પહાડીવાળો હોવાના કારણે પણ અમુકવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગઈ મોડી રાત્રે અંબાજીની છાપરી ચેકપોસ્ટ નજીક ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો.

ગતમોડી રાત્રે અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ નજીક ટ્રેલરને અકસ્માત સર્જાયો હતો. ગુજરાતના હિંમતનગરથી રાજસ્થાન તરફ જઈ રહેલા ટ્રેલર ઘાટીમાં પલટી હતી. અંબાજી અને આબુરોડ હાઇવે માર્ગ વચ્ચે ટ્રેલરના સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસને લઈને ટ્રેલર ડ્રાઇવર દ્વારા ટ્રેલર પરથી કાબૂ ગુમાવતા પલટી માર્યું હતું. ટ્રેલરના આ અકસ્માતમાં ડ્રાઇવરને હળવી ઈજાઓ પહોંચી હતી. અંબાજી નજીક ઘાટીમાં ટ્રેલર રોડ વચ્ચે પલટી જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડી રાત્રે 1 કલાકે થયેલા આ અકસ્માતમાં સદનસિબે મોટી જાનહાનિ ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.