
મોડાસામાં ઓઇલ રેલાતાં બાઇકસવારો સ્લિપ, આખરે રેતી નાંખી
મોડાસાના કોલેજ રોડ ઉપર રસ્તા પર ઓઇલ ઢોળાતાં ચારથી વધુ બાઇકો સ્લિપ થવાની ઘટના સામે આવી છે. જેને લઇ તાત્કાલિક સ્થાનિકોએ રેતી નાંખી રસ્તો સાફ કર્યો હતો. કોઇ અજાણ્યા વાહનમાંથી ઓઇલ જાહેર માર્ગ ઉપર ઢોળાયું હતુ. જેને લઇ અવર-જવર કરતા વાહનચાલકોની અકસ્માતની ભિતી સતાવી રહી છે. જોકે આજે સવારે ચારથી વધુ બાઇકો સ્લિપ થયા હતા.
અરવલ્લી જીલ્લાના મોડાસાના કોલેજ રોડ પર ઠક્કર પેટ્રોલપંપ પાસે જાહેર માર્ગ પર ઓઇલ ઢોળાવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. વહેલી સવારે કોઇ વાહનમાંથી ઓઇલ ઢોળાયાં બાદ તે જગ્યાએ ચારથી વધુ બાઇકો સ્લિપ થયા હતા. જોકે હાલ બાઇક સ્લિપ થનાર લોકોને ઇજાના કોઇ સમાચાર નથી. પરંતુ સ્થાનિકોએ તાત્કાલિક અસરથી રેતી લાવી ઓઇલ ઉપર નાંખી હતી.