અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 7.22 લાખનો દારૂ ઝડપ્યો, મેઘરજ પોલીસે બે કારમાંથી 1.38 લાખનો દારૂ જપ્ત કર્યો

અરવલ્લી
અરવલ્લી

(અહેવાલ : અમિતકુમાર ઉપાધ્યાય અરવલ્લી)

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન બાદ પ્રોહિબિશનની સખ્ત અમાલવારી માટે પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી સતત લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી કમર તોડી નાખી છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા મરણિયા બન્યા હોય તેમ નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે શામળાજી પોલીસે 24 કલાકમાં વધુ એક ટ્રકમાંથી 7.22 લાખનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક ખેપિયાને દબોચી લીધો હતો મેઘરજ પોલીસે ઉંડવા બોર્ડર પર હોન્ડા સિટી કારમાંથી 1.06 લાખ અને ઇકો કારમાંથી 32 હજારથી વધુનો દારૂ જપ્ત કરી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાંથી 13.52 લાખનો દારૂ ઝડપી લીધાના ગણતરીના કલાકોમાં વધુ એક ટ્રકમાંથી મશીનની આડમાં સંતાડીને ઘૂસાડાતો લાખ્ખો રૂપિયાના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક ખેપિયાને ઝડપી લીધો હતો શામળાજી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી ટ્રકને અટકાવી તલાસી લેતા મશીનની આડમાં લાકડાના બોક્ષમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-6084 કિં.રૂ. 722580/- તેમજ ટ્રકમાં ભરેલ મશીનરી જેની કિં.રૂ.2120916/- ટ્રક ,મોબાઇલ સહિત કુલ.રૂ.3845496/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક સલીમ અલીજાન મુસ્લિમ (રહે,સાકરસ,નુહુ-હરિયાણા)ને ઝડપી પાડી ટ્રકમાં કમિશનની લાલચ આપી દારૂ ભરી આપનાર તારીફ આસમોહમ્મદ (રહે,સાકરસ,નૂહુ-હરિયાણા) અને અન્ય બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા દારૂ ભરેલ ટ્રક શામળાજી નજીક પહોંચે ત્યારે મોબાઈલની સૂચનના આધારે દારૂ પહોંચાડવાનો હોવાનો ડ્રાઇવરે કબૂલાત કરી હતી

મેઘરજ પીએસઆઇ આર.બી.રાજપૂતે ચાર્જ સંભાળતાની સાથે ઉંડવા બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી 24 કલાકમાં બે જુદી-જુદી કારમાં દારુની ખેપ નિષ્ફળ બનાવી હતી જેમાં હોન્ડા સિટી કારના ગુપ્તખાના માંથી 1.06 લાખનો વિદેશી દારૂ સહિત રૂ.3.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઈન્દ્રજીત વિક્રમસિંહ ચૌહાણ નામના બુટલેગરને દબોચી લઇ દારૂ મંગાવનાર ગાંધીનગર બુટલેગર મહાદેવ રામભાઈ અને કારમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન ઉદેપુરના સુનિલ ચૌધરી નામના બુટલેગરને ઝડપી પડાવ ચક્રો ગતિમાન કર્યા હતા અન્ય એક ઇકો કારમાં વિદેશી દારૂની ખેપ મારનાર નારણ વાલાભાઈ કટારાને દબોચી લઇ કારમાંથી 32 હજારથી વધુનો દારૂ,કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારુની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાન માંડલીના શનો,અમરા બબા કટારા અને ઠેકા પરથી દારૂ ભરી આપનાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.