અરવલ્લી : ડબ્બામાં પેકીગ કરેલ ૨૪૯ કિલો પોશડોડાના સાથે શખ્સ ઝડપાયો.

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં ઉદેપુર- શામળાજી નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલા ગઢડા ગામની સીમમાંથી પોશ ડોડા સાથે મહારાષ્ટ્રીયનને ઝડપ્યો છે. ગુરુવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે મોડાસા રૂરલ પોલીસે શામળાજીથી હિંમતનગર જતાં પિકઅપ ડાલામાંથી કેબીનમાં ડ્રાઈવરના સીટ નીચે ઘઉંનું ભુસુ ભરેલી ૭ પ્લાસ્ટિકની થેલીઓમાં વગર પાસ પરમીટે કેફી માદક પદાર્થ પોશડોડા કુલ વજન ૨૪૯.૩૦૦ કિ.ગ્રા કિં રૂ ૧૪૯૫૮૦ સહિત રૂ ૨૭૫૩૮૦નાં મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
 
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ગુરૂવારે રાત્રે આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન મોડાસા રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શામળાજી ઉદેપુર નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલા ગઢડા ગામની સીમમાંથી શામળાજીથી હિંમતનગર તરફ જતાં પિકઅપ ડાલાને પોલીસે ઊભી રાખી તપાસ કરી હતી. તપાસ કરતા પિકઅપ ડાલા નંબર જી.જે.4.W.૯૩૩૪માંથી વગર પાસ પરમીટે કેફી માદક પદાર્થ પોશડોડા જેના કુલ વજન ૨૪૯.૩૦૦ કિ.ગ્રા કિ રૂ ૧૪૯૫૮૦ તથા મોબાઇલ નંગ-૨ કિ રૂ ૨૫૦૦ તથા રોકડ રકમ ૩૩૦૦ અન્ય આધાર પુરાવા તથા ઘઉનું ભુસુ ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ નંગ-૭ કિં રૂ. ૨૭૫૩૮૦નાં મુદામાલ સાથે હુકમ અમરસિંહ ચારણ ઉ.વ ૪૦ રહે. સાઘંવી તા- શિરપુર જી-ધૂલે રાજ્ય-મહારાષ્ટ્રની ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સિસ એક્ટ ૧૯૮૫ની કલમ ૮ (સી) ૧૫ (સી) ૨૨ (સી) મુજબ અટકાયત કરી પંચનામું તથા અન્ય દસ્તાવેજો કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.