ઊંઝા પોલીસે કહોડા અને દાસજ વચ્ચે રૂ.2 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરોને દબોચ્યા

Other
Other

ઊંઝા કહોડા અને દાસજ વચ્ચે મધરાત્રે વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઊંઝા પોલીસને માહિતી મળતા ઊંઝા પોલીસે મુદ્દામાલ સહિત બુટલેગરોને દબોચ્યા હતા.

ઊંઝા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલી કે, ઊંઝાના કહોડા અને દાસજ રોડ ઉપર બ્લૂ કલરની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કહોડા દાસજ તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે ઊંઝા પોલીસે ભુણાવ ગામ પાસે આડશો ઉભી કરીને ગાડી નજીક આવતા ઉભી રખાવીને તપાસ કરતા ગાડીમાં બે ઇશમ બેઠેલા હતા.

ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. જે ઊંઝા પોલીસે ઝડપી પાડ્યો હતો અને બન્ને ઈશમોની ધરપકડ કરી હતી. જેમાં બન્ને ઈશામોને પૂછતાં ડ્રાઈવર તરીકે ઘેવરચંદ આપુંરામજી બિશ્નોઈ (રહે.કરવાડા, રાજસ્થાન) અને બાજુની સીટમાં બેઠેલા ઓમપ્રકાશ જગમાલારામ બિશ્નોઈ (રહે.ગાંધલ, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં મેકડોલ્સ કંપનીની 170 ml બોટલ 477 નંગ, મેકડોલ્સ 250 ml બોટલ નંગ 82, રોયલ ચેલેન્જર 117 ml બોટલ નંગ 84, રોયલ સ્ટેગ સુપીરીયર બોટલ નંગ 156, કિંગફિસર બિયર બોટલ નંગ 72 જે કુલ મળી બોટલ નંગ 871 પકડી પાડી હતી. જેમાં ઊંઝા પોલીસે કુલ રૂ.2,35,570ના મુદ્દામાલ સહિત આરોપીઓને પકડી આઈ.પી.સી કલમ 65(a)(e)અને 81 મુજબનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે, બાતમીના આધારે બલેનો ગાડીમાં જે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો એ કડા ગામના દરજી સુનિલને આપવાનો હતો. જે ગાડીમાં દારૂ પકડાયો હતો એ ગાડીનો નંબર HR-29-Al-6877 હતો. આ અંગે ઊંઝા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.