રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી22 જાન્યુઆરી, 2025| Super Admin

વાલ્મિકી સમાજની મહિલાઓએ મોડાસા-ગોધરા હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો

વાલ્મિકી સમાજની મહિલાઓએ મોડાસા-ગોધરા હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો

માલપુર ખાતે વાલ્મિકી સમાજની મહિલાઓએ સમાજની પડતર માગણીઓને લઈને માલપુર-ગોધરા હાઈવે પર ચક્કાજામ કરતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગુજરાત રાજ્ય વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા સમાજના કર્મચારીઓની વિવિધ માગણીઓને લઈને 1 જાન્યુઆરીથી માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા શરૂ કરવામાં આવી હતી. 21 દિવસ વીતવા છતાં સરકાર કે વહીવટી તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં આજે લાલજી ભગતના પત્ની સહિતની વાલ્મિકી સમાજની મહિલાઓએ માલપુર ચાર રસ્તા પાસે મોડાસા-ગોધરા હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે ન્યાયની માગણી કરી હતી. જોકે, આ આંદોલન માટે કોઈ સરકારી મંજૂરી ન હોવાથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે લાલજી ભગતના પત્ની સહિત આંદોલનકારી મહિલાઓની અટકાયત કરી હતી અને બંધ કરાયેલા હાઈવેને ફરી ખુલ્લો કરાવ્યો હતો. વાલ્મિકી સમાજની માગણીઓ પ્રત્યે સરકારની ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર