રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 ડિસેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ પવન ફુંકાતા ઠંડીનો ચમકારો વધ્યો

બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ પવન ફુંકાતા ઠંડીનો ચમકારો વધ્યો
દિવસ રાત્રીના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો  લઘુત્તમ તાપમાનમાં 2.9 ડિગ્રીનો ઘટતા વહેલી સવારથી ઠંડીની અસર ઠંડીની અસર વધતા રવી સીઝનના પાકોને ફાયદો થવાની શક્યતાઓ : ખેડૂતો ડીસા સહિત બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં શિયાળુ પવન ફૂંકાતા કડાકા ઠંડીનો અનુભવ થયો છે. 25 ડિસેમ્બર 2025ના રોજ ડીસાનું હવામાન નોંધપાત્ર રીતે બદલાયું હતું. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2.9 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો, જેના કારણે ઠંડીની અસર વધી છે. હવામાન વિભાગના આંકડા મુજબ દિવસનું મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ જ્યારે લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ સવારે 66 ટકા અને બપોર બાદ 46 ટકા નોંધાયું હતું. પવનની ઝડપ સરેરાશ 5 કિમી પ્રતિ કલાક રહી હતી અને ઠંડા પવનના કારણે ઠંડી વધુ કડક લાગી રહી છે જેથી વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો પ્રભાવ વધુ જણાયો, જેના કારણે લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. રવિ સિઝનના માટે પ્રમાણસર ઠંડી જળવાઈ રહે તો ખેતી પાકોને ફાયદો થઇ શકે છે ડીસા તાલુકાના કેટલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, આગામી સમય દરમિયાન પણ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહે તો ખેતીના પાકોને ફાયદો થઈ શકે છે. અને પ્રમાણસર ઠંડી પડે તો રવિ સિઝનના વાવેતર ના ઉત્પાદનમાં પણ વધારો થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. આગામી ડિસેમ્બરના અંતમાં વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતાઓ રહેલી છે આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતોના મતે આગામી વર્ષના અંતે ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતાઓ રહેલી છે.    

સંબંધિત સમાચાર