રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
હવામાન9 ડિસેમ્બર, 2024| Super Admin

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે આગામી ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે આગામી ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હતો ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસના રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું છે. જેમાં સૌથી ઓછું નલિયામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 23.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હતો. જોકે દિવસ દરમિયાન તાપમાન એક ડિગ્રી જેટલું ઘટ્યું હતું. અમદાવાદ શહેરમાં 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન સૌથી ઉંચું તાપમાન 30.8 ડિગ્રી રહ્યું હતું.ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી વધવા લાગી છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે. જેના કારણે પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.સમગ્ર કાશ્મીર ખીણમાં હાડ કંપાવી દેનારી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. રાત્રે કાશ્મીરના તમામ વિસ્તારોમાં તાપમાન સતત નીચું જોવા મળ્યું હતું. શ્રીનગરમાં માઈનસ 4.1 ડિગ્રી સાથે વર્તમાન શિયાળાની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયામાં માઈનસ 6.6 ડિગ્રી તાપમાન સાથે પહેલગામ અને ગુલમર્ગ કરતાં વધુ ઠંડુ હતું.

સંબંધિત સમાચાર