રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
આંતરરાષ્ટ્રીય3 એપ્રિલ, 2026| Super Admin

એપ્સટિન ડોઝિયર વિવાદ વચ્ચે ટ્રમ્પે મોટું પગલું ભર્યું, એટર્ની જનરલ પામ બોન્ડીને પદ પરથી હટાવ્યા

એપ્સટિન ડોઝિયર વિવાદ વચ્ચે ટ્રમ્પે મોટું પગલું ભર્યું, એટર્ની જનરલ પામ બોન્ડીને પદ પરથી હટાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટર્ની જનરલ પામ બોન્ડીને તેમના પદ પરથી હટાવી દીધા છે. જેફરી એપ્સ્ટેઈન ફાઇલોના કેસને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો તેના પર વધતા વિવાદ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી બોન્ડીના કામથી નાખુશ હતા અને ખાસ કરીને એપ્સ્ટેઈન સંબંધિત કેસોના હેન્ડલિંગથી તેમની નારાજગી વધી રહી હતી. ટ્રમ્પે આ નિર્ણયની જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર કરી હતી.

ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પામ બોન્ડીને હટાવવાની જાહેરાત કરતા લખ્યું, "પામ એક મહાન અમેરિકન દેશભક્ત અને મારા વફાદાર મિત્ર રહ્યા છે. તેમણે દેશભરમાં ગુનાઓ સામે મોટી કાર્યવાહીનું નેતૃત્વ કર્યું, જેના કારણે હત્યાઓની સંખ્યા 1900 પછી સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ. અમે પામને ખૂબ પ્રેમ કરીએ છીએ, અને હવે તે ખાનગી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ નવી ભૂમિકા નિભાવશે." ટ્રમ્પે એ પણ માહિતી આપી કે બોન્ડીના ડેપ્યુટી, ટોડ બ્લેન્ચને કાર્યકારી એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બોન્ડીએ તેમના કાર્યકાળની શરૂઆત ન્યાય વિભાગને રાજકારણથી દૂર રાખવાનું વચન આપીને કરી હતી. જોકે, બાદમાં તેમણે ટ્રમ્પના રાજકીય વિરોધીઓ સામે તપાસ શરૂ કરી હતી, જેની વ્યાપક ટીકા થઈ હતી. ટીકાકારોએ આરોપ લગાવ્યો હતો કે ન્યાય વિભાગનો ઉપયોગ રાષ્ટ્રપતિના રાજકીય અને વ્યક્તિગત હિતોને પૂર્ણ કરવા માટે થઈ રહ્યો હતો. એપસ્ટેઈન ફાઇલોના સંચાલનને લગતા વિવાદો વચ્ચે ટ્રમ્પ પાછળથી તેમની કાર્યશૈલીથી નારાજ થયા હતા.

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ભૂતપૂર્વ એટર્ની જનરલ પામ બોન્ડીને લાંબા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી માનવામાં આવે છે . તેઓ ટ્રમ્પના પ્રથમ મહાભિયોગ ટ્રાયલ દરમિયાન તેમની કાનૂની ટીમનો પણ ભાગ હતા. તેમણે એક વર્ષથી વધુ સમય સુધી યુએસ એટર્ની જનરલ તરીકે સેવા આપી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા અને ગુનાઓને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લીધાં, પરંતુ તેમના નિર્ણયોને પણ સતત વિવાદનો સામનો કરવો પડ્યો.

સંબંધિત સમાચાર