રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા12 નવેમ્બર, 2024| Super Admin

દાંતા તાલુકામાં ખાતરનો એક માત્ર ડેપો, જ્યાં ડીએપી ખાતર ની ભારે અછત, બિયારણ પણ નથી મળી રહ્યા

દાંતા તાલુકામાં ખાતરનો એક માત્ર ડેપો, જ્યાં ડીએપી ખાતર ની ભારે અછત, બિયારણ પણ નથી મળી રહ્યા

હાલ તબક્કે શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે ને ખેડૂતો રવિ પાક માટે ની તૈયારી માં લાગી ગયા છે. ત્યારે દાંતા તાલુકા મહત્તમ આદિવાસી વિસ્તાર અને ભૌગોલિક પરિસ્થિતિ ઢાળ ઢોળાવ વાળી છે જે આદિવાસી લોકો મહત્તમ ખેતીવાડી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે એક બાજુ વાવેતર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ખેડૂતો ને DAP ખાતર મળી નથી રહ્યું અને સમગ્ર દાંતા તાલુકા માં ખાતર નો ડેપો એક માત્ર દાંતા ખાતે આવેલો છે જ્યાં DAP ખાતર ની ભારે અછત પ્રવર્તી રહી છે. 

એટલુજ નહીં ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં બિયારણ પણ નથી મળી રહ્યા હોવાની બૂમરાડ ઉઠવા પામી છે, હાલ તબ્બકે ખેડૂતો વારંવાર ખાતર માટે દાંતા ભાડું ખર્ચી ને ધક્કા ખાઈ રહ્યા છે પણ ડેપો માંથી આજે આવસે કે કાલે આવશે તેવા ગલ્લા તલ્લા કરી રહ્યા છે. જોકે હાલ તબ્બકે ખાતર ના ડેપોમાં એક માત્ર યુરિયાનો મોટો જથ્થો ધરબાયેલો પડ્યો છે. ત્યારે ખેડૂતો ને DAP ખાતર ની મોટી માંગ છે જે મળી નથી રહ્યું જેને લઈ સીઝન નીકળી ન જાય તે પહેલા સરકાર પૂરતા પ્રમાણ માં બિયારણ ને ખાતર નો જથ્થો પૂરો પાડે તેવી માંગ કરાઈ રહી છે જો ખેડૂતો ને સમયસર ખાતર નહીં મળે તો આ રવિપાક ની સાથે આવનાર ઉનાળુ સીઝન નો પાક મેળવવા માં ભારે મુસ્કેલી નો સામનો કરવો પડસે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે જોકે હાલ તબ્બકે ખેડૂતો હાલ યુરિયા ખાતર ની જરૂર ન હોવા છતાં સીઝન માં ખોટ ન પડી જાય તે માટે ખેડૂતો યુરિયા ખાતર લઈ જઈ યુરિયા ખાતર સંગ્રહ કરવા લઈ જતા હોવાનું પણ જોવા મળ્યું હતું જોકે આ સમગ્ર મામલે ખાતર ડેપો ના મેનેજર ભરત સિંહ ચોહાણે કઈ પણ કહેવાનું ઈન્કાર કર્યો હતો

સંબંધિત સમાચાર