દુબઈમાં રમાઈ રહેલા મહિલા T20 એશિયા કપ 2026 ની નવમી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેઓએ ગ્રુપ સ્ટેજમાં બે મેચ રમી છે અને બંને એકતરફી જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાની મહિલા ટીમની વાત કરીએ તો, તેઓએ અત્યાર સુધીમાં એક મેચ થાઈલેન્ડ મહિલા ટીમ સામે રમી છે, જેમાં તેમણે 35 રનથી જીત મેળવી છે. બધાની નજર હવે આ મેચ પર છે, જે ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર તેનું લાઈવ પ્રસારણ થશે.
ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની આ મેચ વિશે વાત કરીએ તો, આ મેચ 5 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ટોસ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે થશે. ભારતમાં, આ મેચનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કના સોની ટેન-1 અને સોની ટેન-3 ચેનલો પર કરવામાં આવશે. વધુમાં, આ મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ડીડી ફ્રીડિશ દ્વારા ટીવી પર પણ લાઇવ જોઈ શકાશે. ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચેની મેચ સોની લિવ એપ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે, જ્યાં ચાહકો સરળતાથી લોગ ઇન કરી શકે છે અને મેચનો આનંદ માણી શકે છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે T20 એશિયા કપમાં પાકિસ્તાન પર સ્પષ્ટપણે પ્રભુત્વ જમાવ્યું છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમોએ સાત મેચ રમી છે, જેમાંથી છમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર એક જ વાર 2022માં ભારતને હરાવવામાં સફળ રહ્યું છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, બંને ટીમો અત્યાર સુધીમાં 17 મેચ રમી છે, જેમાં ભારતીય ટીમે 14 અને પાકિસ્તાની ટીમે ફક્ત ત્રણમાં જીત મેળવી છે.
આજે મહિલા T20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે





