રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય15 મે, 2025| Super Admin

અધિકાર મામલે સુપ્રિમ કોર્ટ- રાષ્‍ટ્રપતિ વચ્‍ચે ઠંડુ યુધ્‍ધ

અધિકાર મામલે સુપ્રિમ કોર્ટ- રાષ્‍ટ્રપતિ વચ્‍ચે ઠંડુ યુધ્‍ધ

શું કોઇ બિલ પર સુપ્રિમ કોર્ટ ડેડલાઇન નકકી કરી શકે? રાષ્‍ટ્રપતિ મુર્મુએ સર્વોચ્‍ચ અદાલતને પૂછયા ૧૪ સવાલ : રાષ્‍ટ્રપતિ મુર્મુએ રાષ્‍ટ્રપતિ અને ગર્વનર માટે ડેડલાઇન નકકી કરવા પર સવાલ ઉઠાવી પુછયું કે બંધારણમાં આ પ્રકારની કોઇ વ્‍યવસ્‍થા નથી તો કોર્ટ કઇ રીતે ડેડલાઇન નકકી કરવાનો ફેંસલો આપી શકે રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સુપ્રીમ કોર્ટ વચ્‍ચેના યુદ્ધે ભારતીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્‍યો કે રાજભવનથી લઈને રાષ્‍ટ્રપતિ ભવન સુધી હંગામો મચી ગયો. ન્‍યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્‍ચે રાજ્‍યપાલો અને રાષ્‍ટ્રપતિને બિલો પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી. ત્રણ મહિનામાં હા કે ના, નહીં તો બિલ પાસ થઈ જશે! એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટે બંધારણીય પદોને સમયબદ્ધ ડિલિવરીનો એક ભાગ બનાવી દીધો છે. રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્‍ટ્રપતિ અને રાજ્‍યપાલો માટે સમયમર્યાદા નક્કી કરવા પર પ્રશ્‍નો ઉઠાવ્‍યા છે. રાષ્‍ટ્રપતિ મુર્મુએ પૂછયું કે જો બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી, તો સુ-ીમ કોર્ટ રાષ્‍ટ્રપતિ અને રાજ્‍યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા કેવી રીતે નક્કી કરી શકે છે.મુર્મુએ બુધવારે સુપ્રીમ કોર્ટને ૧૪ પ્રશ્‍નો પૂછયા. મુર્મુએ રાષ્‍ટ્રપતિ અને રાજ્‍યપાલની સત્તાઓ, ન્‍યાયિક હસ્‍તક્ષેપ અને સમય મર્યાદા નક્કી કરવા જેવા મુદ્દાઓ પર સ્‍પષ્ટતા માંગી છે.રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૮ એપ્રિલના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી છે, જેમાં રાજ્‍યપાલો અને રાષ્‍ટ્રપતિ માટે વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. રાષ્‍ટ્રપતિએ આ નિર્ણયને બંધારણીય મૂલ્‍યો અને પ્રણાલીઓની વિરુદ્ધ ગણાવ્‍યો અને તેને બંધારણીય મર્યાદાઓનું અતિક્રમણ ગણાવ્‍યું. બંધારણના અનુચ્‍છેદ ૧૪૩(૧) હેઠળ, રાષ્‍ટ્રપતિએ ૧૪ બંધારણીય પ્રશ્‍નો પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્‍યો છે. આ જોગવાઈનો ભાગ્‍યે જ ઉપયોગ થાય છે પરંતુ કેન્‍દ્ર સરકાર અને રાષ્‍ટ્રપતિએ તેનો ઉપયોગ એટલા માટે કર્યો કારણ કે તેમને લાગે છે કે સમીક્ષા અરજી એ જ બેન્‍ચ સમક્ષ જશે જેણે મૂળ ચુકાદો આપ્‍યો હતો અને તેના સકારાત્‍મક પરિણામની શકયતા ઓછી છે.આ મામલો તમિલનાડુના રાજ્‍યપાલ અને રાજ્‍ય સરકાર વચ્‍ચેના વિવાદમાંથી ઉદ્ભવ્‍યો હતો. જ્‍યાં રાજ્‍ય સરકારના બિલો રાજ્‍યપાલ પાસેથી રોકી રાખવામાં આવ્‍યા હતા. સુપ્રીમ કોર્ટે ૮ એપ્રિલે આદેશ આપ્‍યો હતો કે રાજ્‍યપાલ પાસે કોઈ વીટો પાવર નથી. આ જ નિર્ણયમાં એવું કહેવામાં આવ્‍યું હતું કે રાષ્‍ટ્રપતિએ રાજ્‍યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર ૩ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. આ આદેશ ૧૧ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવ્‍યો હતો.

સંબંધિત સમાચાર