રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા8 મે, 2026| Super Admin

SMCનો મોટો દરોડો: ડીસા-પાટણ રોડ પર આસેડા કેનાલ પાસેથી ₹22.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

SMCનો મોટો દરોડો: ડીસા-પાટણ રોડ પર આસેડા કેનાલ પાસેથી ₹22.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બોલેરો પીકઅપમાં ખાલી કેરેટોની નીચે છુપાવેલ દારૂનો જથ્થો પકડાયો

 ડ્રાઇવરની ધરપકડ, રૂ.32.19 લાખનો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે ગઈકાલે મોડી રાત્રે ડીસા-પાટણ રોડ પર આસેડા ગામ નજીક દાતીવાડા કેનાલ પાસે વોચ ગોઠવી એક મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડી (નં. GJ.27.TT.7119) ને આંતરી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ખાલી કેરેટોની નીચે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રાઈવરની ધરપકડ કરી કુલ રૂ.૩૨.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

SMC ના પોલીસ કોન્સ્ટેબલ ભરતદાન વજેસંગ અને તેમની ટીમને બાતમી મળી હતી કે રાણીવાડાથી પાટણ તરફ દારૂ ભરેલી પીકઅપ ગાડી પસાર થવાની છે. જે આધારે આસેડા કેનાલ રોડ પર વોચ દરમિયાન રાત્રે ૨૨:૩૦ વાગ્યે શંકાસ્પદ ગાડીને રોકી તલાશી લેતા, તેમાંથી વિદેશી દારૂની ૭૭૫૦ બોટલો (કિંમત રૂ.૨૨,૧૩,૯૦૦) મળી આવી હતી. પોલીસે દારૂ, પીકઅપ ગાડી, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ.૩૨,૧૯,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે સાજીદભાઈ હુસેનભાઈ મુસલા (રહે. અનાપુર છોટા, ધાનેરા) -

ગોપાલસિંહ રાજપુતરહે. રાણીવાડા, રાજસ્થાન) - ગાડીનો માલિક.પીરા (મોટો) પરખા રબારી (રહે. પોચલા, રાજસ્થાન) - દારૂની લાઈન ચલાવનાર.આસુ રમેશચંદ્ર અગ્રવાલ (રહે. આબુરોડ, રાજસ્થાન) - દારૂ સપ્લાયર (લિસ્ટ બુટલેગર). મનોહરસીંગ ઉર્ફે મસરો (રહે. રાજસ્થાન) - દારૂ સપ્લાયર.અજાણ્યો માણસ ,પાટણ હારીજ ચોકડી ખાતે દારૂ મંગાવનાર સહિતના ઉપર પ્રોહીબિશનની વિવિધ કલમો તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૧ (૩)(૪) મુજબ સંગઠિત અપરાધનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર