રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા16 મે, 2026| Super Admin

અછત છે કે અફવા? દિયોદર-કાંકરેજમાં ઇંધણ માટે ૩-૩ કલાક લાંબી લાઈનો

અછત છે કે અફવા? દિયોદર-કાંકરેજમાં ઇંધણ માટે ૩-૩ કલાક લાંબી લાઈનો

વાવ, થરાદ, ધરણીધર અને દિયોદર સહિતના સરહદી વિસ્તારોમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ પંપો પર વાહનો અને કેરબાઓ લઈને ઉભેલા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલ મગફળીના વાવેતર માટે ખેતરો તૈયાર કરવાની સિઝન ચાલી રહી છે, પરંતુ મોટાભાગના પંપો પર માત્ર ૧૦ લિટર ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂત માધાભાઈ પટેલ અને કાંકરેજના મોધાજીનું કહેવું છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી પુરવઠો ખોરવાયો છે. ૩-૩ કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પણ પૂરતું ડીઝલ ન મળતા ટ્રેક્ટરો થંભી ગયા છે અને વાવેતર મોડું થવાની ભીતિ છે.

પંપ માલિકોનું શું કહેવું છે?
બીજી તરફ, આ અછત પાછળનું એક મોટું કારણ 'પેનિક બાઈંગ' એટલે કે ભયના માર્યા વધુ ખરીદી કરવાનું પણ સામે આવ્યું છે. પેટ્રોલ પંપ માલિક વર્ધાજી રાજપૂતના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી નિયમિત જથ્થો મળી જ રહ્યો છે, પરંતુ લોકો અફવાઓ અથવા ભયના કારણે એકસાથે મોટી માત્રામાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે, જેના કારણે અચાનક શોર્ટેજ ઉભી થઈ ગઈ છે. હવે સ્થિતિ એ છે કે ભાવવધારો અને અછત બંનેના કારણે જગતનો તાત બેવડા મારમાં પીસાઈ રહ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પુરવઠો સામાન્ય કરવામાં આવે. શું તમારા વિસ્તારમાં પણ પેટ્રોલ-ડીઝલની આવી જ લાઈનો છે? કોમેન્ટમાં જરૂર જણાવો.

સંબંધિત સમાચાર