રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 એપ્રિલ, 2025| Super Admin

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ યાત્રધામ અંબાજીમાં સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ યાત્રધામ અંબાજીમાં સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર
પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું; જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ યાત્રધામ અંબાજીમાં સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અંબાજીમાં પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડબાય કરી દેવાયા છે. જ્યારે એસઓજીની ટીમ પણ મંદિર ખાતે તહેનાત કરી દેવાઇ છે. ક્વિક રિસ્પોન્સ ટીમ પણ આજથી મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે, જ્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૭ નાગરિકોના મોત બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ હુમલાની દેશ-વિદેશમાં નિંદા થઈ રહી છે. દેશની મેગાસિટી સહિત અનેક શહેરો અને પ્રખ્યાત મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં પાલનપુર એસઓજી ટીમ, સ્થાનિક પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં વિખ્યાત અંબાજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. મંદિર જેડ પ્લસ સિક્યુરિટી ધરાવે છે. એસઓજીના પીઆઈએ જણાવ્યું કે આજે કરવામાં આવેલા ચેકિંગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જો કે, પહેલગામના હુમલા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સમયાંતરે સુરક્ષા વ્યવસ્થાનું ચેકિંગ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર