રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય17 જુલાઈ, 2025| Super Admin

જેલમાં ખોટી રીતે રાખ્‍યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર'નો અધિકાર : સુપ્રીમ કોર્ટ

જેલમાં ખોટી રીતે રાખ્‍યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર'નો અધિકાર : સુપ્રીમ કોર્ટ

સર્વોચ્‍ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. સુપ્રીમ  કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની જરૂર છે. આ મુદ્દા પર નિર્ણય લેવાની સત્તા સંસદની છે એમ પણ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની આ ટીપ્‍પણી લાંબા સમયથી ખોટી રીતે કેદ કરવામાં આવેલા મળત્‍યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ મુક્‍ત કરતા આપી હતી. જસ્‍ટીસ વિક્રમનાથ, જસ્‍ટીસ સંજય કરોલ અને જસ્‍ટીસ સંદીપ મહેતાની બેન્‍ચે કહ્યું કે અમેરિકા કરતા એકદમ અલગ ભારતમાં ખોટી રીતે કેદ કરવામાં આવેલા લોકોને વળતર અંગે કોઈ કાયદો જ નથી. જસ્‍ટીસ સંજય કરોલ દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં કહેવામા આવ્‍યું કે અમેરિકા જેવા વિદેશી ન્‍યાય ક્ષેત્રમાં લાંબા સમયની કેદ બાદ નિર્દોષ જાહેર થવા પર અદાલતોએ તે લોકોને વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.વળતરના આ અધિકારને સંઘીય અને રાજ્‍ય બંને કાયદાઓ દ્વારા માન્‍યતા આપવામાં આવી છે. વળતરનો દાવો કરવાની બે રીતો છે અપકળત્‍ય દાવા/નાગરિક અધિકારના મુકદ્દમા નૈતિક જવાબદારીના દાવા અને વૈધાનિક દાવા. બેન્‍ચે નોંધ્‍યું કે ભારતીય કાયદા પંચના ૨૭૭મા અહેવાલમાં આ મુદ્દા પર વિચારણા કરવામાં આવી હતી, પરંતુ ‘ખોટા અભિયોજન'ની તેની સમજ ફક્‍ત દૂષિત અભિયોજન સુધી જ મર્યાદિત હતી અને અભિયોજન પક્ષે ખોટા કારાવાસની સ્‍થિતિને સીધી રીતે સંબોધ્‍યા વિના, સદ્ભાવના વિના શરૂઆત કરી હતી. કોર્ટે કહ્યું છે કે ખોટી રીતે દોષી જાહેર કરાયેલા વ્‍યક્‍તિઓને લાંબા સમય સુધી કસ્‍ટડીમાં રાખવો એ બંધારણના અનુચ્‍છેદ ૨૧ અનુસાર જીવન જીવવાના અને વ્‍યક્‍તિગત સ્‍વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે, અને આથી જ તે વ્‍યક્‍તિ વળતરની હકદાર બને છે. જો કે આ પ્રકારના વળતરનો આધાર જુદી જુદી અદાલત અનુસાર અલગ હોય શકે છે.

સંબંધિત સમાચાર