રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય18 મે, 2025| Super Admin

RCP સિંહની પાર્ટી પ્રશાંત કિશોરની પાર્ટી ‘જન સૂરજ’માં ભળી ગઈ

RCP સિંહની પાર્ટી પ્રશાંત કિશોરની પાર્ટી ‘જન સૂરજ’માં ભળી ગઈ

બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ

(જી.એન.એસ) તા. 18

પટણા/કલ્યાણ બિગહા,

બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા, મુખ્યમંત્રી નીતિશ કુમારના ક્યારેક અત્યંત અંગત ગણાતા આરસીપી સિંહ હવે પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ સાથે તેમની પાર્ટીનો પણ પીકેની પાર્ટીમાં વિલય કર્યાનું એલાન કર્યું છે. જે નીતિશ કુમાર માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ (રામચંદ્ર પ્રસાદ સિંહ) એક દિગ્ગજ અનુભવી નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓ જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. નીતિશ કુમારના બે વિરોધી મજબૂત નેતા એક થતાં જ બિહાર રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ચૂંટણીના રણનીતિકારથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર બિહારના મુખ્યમંત્રી નીતિશ કમારના ગામ કલ્યાણ બિગહા પહોંચ્યા છે. જ્યાં આરસીપી સિંહ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાયા છે. તેમજ આરસીપી સિંહનો પક્ષ ‘આસા’નો પણ જન સુરાજમાં વિલય કર્યો છે. આરસીપી સિંહ હવે પ્રશાંત કિશોર સાથે નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરશે. 

આરસીપી સિંહના આ નિર્ણયથી બિહાર ચૂંટણી પહેલા રાજ્યનું રાજકીય તાપમાન વધી ગયું છે.

નોંધનીય છે કે બિહારમાં આગામી થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ ચૂંટણીમાં ભાજપ-JDUના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધન અને RJD-કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચે સખત સ્પર્ધા છે, રાજ્યમાં 243 વિધાનસભા બેઠકો છે.

પ્રશાંત કિશોરે એક પ્રેસ કોન્ફરન્સમાં જ આ વિલય અંગે અગાઉ માહિતી આપી દીધી હીતી કે, આરસીપી સિહં અને પ્રશાંત કિશોર એક સાથે મળીને કામ કરશે. આરસીપી સિંહ પાસે જૂનો સામાજિક અનુભવ છે. તેઓ સરકારી અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. રાજકીય સંગઠનનો બહોળા અનુભવનો લાભ જન સુરાજ પાર્ટીને મળશે.



Source link

સંબંધિત સમાચાર