રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
રાષ્ટ્રીય28 નવેમ્બર, 2024| Super Admin

પ્રિયંકાએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા; ગાંધી પરિવારના ત્રણ સાંસદ સંસદ ભવનમાં

પ્રિયંકાએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા; ગાંધી પરિવારના ત્રણ સાંસદ સંસદ ભવનમાં

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર વાયનાડ લોકસભા પેટાચૂંટણી જીતી છે. પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર 4 લાખથી વધુ મતોથી જીત મેળવી છે. આજે પ્રિયંકા ગાંધીએ લોકસભાના સભ્યપદના શપથ લીધા. આ સાથે હવે ગાંધી પરિવારના ત્રણ સાંસદ સંસદ ભવનમાં છે. પ્રિયંકા ગાંધીએ હિન્દી ભાષામાં શપથ લીધા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. મહારાષ્ટ્રના નાંદેડથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના નેતા રવિન્દ્ર બસંતરાવ ચવ્હાણે પણ ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા. 

ગાંધી પરિવારના ત્રણ સાંસદ સંસદ ભવનમાં રવિન્દ્ર બસંતરાવ ચવ્હાણે મરાઠી ભાષામાં સંસદ સભ્યપદના શપથ લીધા. શપથ લીધા બાદ પ્રિયંકા ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. તેણે આગળની હરોળમાં બેઠેલા વિપક્ષી નેતાઓને હાથ જોડીને અભિવાદન કર્યું અને ગૃહમાં વિપક્ષના નેતા અને તેના ભાઈ રાહુલ ગાંધીએ હાથ જોડી પ્રિયંકા ગાંધીનું અભિવાદન સ્વીકાર્યું. આ પહેલીવાર છે જ્યારે ગાંધી પરિવારના ત્રણ સભ્યો સંસદમાં છે. વાસ્તવમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લોકસભાના સભ્ય છે. સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે.

સંબંધિત સમાચાર