પાટણ જીલ્લામાં ગુમ અને ચોરી થયેલ ૧૦ મોબાઇલ શોધી પરત કરતી પોલીસ

સાયબર ક્રાઈમ પોલીસ પાટણ ની પ્રશંસનીય કામગીરી: પાટણ જીલ્લામાં ગુમ અને ચોરી થયેલ ૧૦ મોબાઇલ શોધી અરજદારો ને સાયબર ક્રાઈમ પોલીસ પાટણ દ્રારા પરત કરાતા સાયબર ક્રાઈમ પોલીસ પાટણ ની કામગીરીને અરજદારો એ સરાહનીય લેખાવી હતી.
પાટણ પોલીસ અધિક્ષકડો.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાં ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તથા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ જે અંતર્ગત આર.એચ.સોલંકી પીઆઈ સાયબર ક્રાઈમ પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમ દ્રારા પાટણ જીલ્લામાં વર્ષ-૨૦૨૪ માં બનતા મોબાઇલ ફોન ગુમ/ચોરી લગત બનાવો બાબતે થયેલ અરજીઓનુ અત્રેથી ટેકનીકલ એનાલીસીસ કરી અરજદારોના કુલ મોબાઇલ નંગ-૧૦ જેની આશરે કુલ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- ની રકમના મોબાઇલ ફોન શોધી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે માસમાં પાટણ જીલ્લામાં ગુમ/ચોરી થયેલ મોબાઇલ શોધી અરજદારને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારોને આર્થિક નુકશાન થતા અટકાવી મદદરૂપ થતાં અરજદારો એ પાટણ સાયબર ક્રાઈમ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંબંધિત સમાચાર
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
19 કલાક પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
19 કલાક પહેલા
પાટણશંખેશ્વર પંથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને રૂ.૧,૬ લાખના મુદ્દામાલ સાથે એસઓજી ટીમે દબોચ્યા
3 દિવસ પહેલા
પાટણપાટણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા પુરુષનું મોત
3 દિવસ પહેલા
