રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય24 મે, 2025| Super Admin

પીએમ મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતા મંદિરની મુલાકાત લીધી

પીએમ મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતા મંદિરની મુલાકાત લીધી

પીએમ મોદીએ દેશનોકમાં પ્રખ્યાત કરણી માતા મંદિરમાં દર્શન કરીને અને પ્રાર્થના કરીને પોતાના પ્રવાસની શરૂઆત કરી. આ મંદિરને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ મુલાકાત માત્ર વ્યૂહાત્મક રીતે જ નહીં પરંતુ પ્રતીકાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભારતની શક્તિ અને સાંસ્કૃતિક ગૌરવને પ્રતિબિંબિત કરે છે. બપોરે ૧૨ વાગ્યે, પીએમ મોદીએ પલાણા ગામમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી, જ્યાં તેમણે 'ઓપરેશન સિંદૂર' પછી પહેલી વાર જનતા સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ આજે બિકાનેરમાં 26 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેઓ દેશનોક રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર દોડશે, જે બિકાનેરથી મુંબઈ સુધીનું ૧,૨૧૩ કિમીનું અંતર ૨૨ કલાકમાં કાપશે. આ ઉપરાંત, તેમણે ૧૮ રાજ્યોના ૮૬ જિલ્લાઓમાં ૧,૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ૧૦૩ અમૃત ભારત સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આમાં રાજસ્થાનના 8 સ્ટેશનોનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર