રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય5 જૂન, 2025| Super Admin

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ; મહુઆ મોઇત્રાએ ભૂતપૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ; મહુઆ મોઇત્રાએ ભૂતપૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા
તૃણમૂલ કોંગ્રેસ ના સાંસદ મહુઆ મોઇત્રાએ એક ખાનગી સમારંભમાં પૂર્વ બીજુ જનતા દળના સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા. મહુઆ મોઇત્રાના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં મહુઆ મોઇત્રાએ સોનેરી અને આછા ગુલાબી રંગની સાડી પહેરી છે. જોકે, આ લગ્ન અંગે મહુઆ મોઇત્રા કે પિનાકી મિશ્રા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બે વખત સાંસદ રહેલા મહુઆ મોઇત્રા; ૫૦ વર્ષીય સાંસદ મહુઆ મોઇત્રા કૃષ્ણનગરથી સાંસદ છે. તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ૨૦૧૦માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૨૦૧૯માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ ૨૦૨૪માં પણ જીત્યા હતા. પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી બે વખત સાંસદ છે અને તેમના જોરદાર ભાષણો માટે જાણીતા છે. પિનાકી મિશ્રા કોણ છે; ૬૫ વર્ષીય પિનાકી મિશ્રા બીજેડીનાં વરિષ્ઠ નેતા છે. તેઓ પહેલી વાર ૧૯૯૬માં અને પછી ૨૦૦૯ થી ૨૦૨૪ સુધી સાંસદ તરીકે ચૂંટાયા હતા. પિનાકી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ છે અને તેમની રાજકીય અને કાનૂની કારકિર્દી લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલી છે. તેઓ ઘણી મહત્વપૂર્ણ સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે.

સંબંધિત સમાચાર