રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા2 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાલનપુર સરકારી વસાહતના દરવાજા પાસે કચરાના અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહીમામ

પાલનપુર સરકારી વસાહતના દરવાજા પાસે કચરાના અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહીમામ
જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડના બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા પાલનપુરના લાલ બંગલાથી લક્ષ્મીપુરાને જોડતા માર્ગ ઉપર આવેલ સરકારી વસાહતના દરવાજાની બાજુમાં કચરાના ઢગલામાં મૃત શ્વાન ફેંકાતા મુખ્ય રોડ પર દુર્ગંધ અસહ્ય થઈ પડી છે. જેથી નગરપાલિકાના સેનિટેશન વિભાગની ગંભીર અને નીંદનીય બેદરકારી સામે આવી છે. પાલનપુર શહેરમાં સ્વચ્છતાના દાવાઓ ફરી એક વખત પોકળ સાબિત થયા છે. વર્ષે 12 કરોડ કરતા વધુ ખર્ચો કરવા છતાં શહેરની નર્કાગાર જેવી સ્થિતિનો ભોગ નગરજનો બની રહ્યાં છે. સરકારી વસાહતના મુખ્ય દરવાજા આગળ અગાઉ વર્ષોથી ચાલતું કચરાનું સ્ટેન્ડ દૂર કરવાના આશયથી નગરપાલિકાએ લાખો રૂપિયા ખર્ચ કરી ઓટલો બનાવી ત્યાં લોકો બેસી શકે તેવા બાંકડા બનાવવામાં આવ્યા હતા. સાથે જ  “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, "ગંદવાડ ત્યાં મંદવાડ" જેવા બોર્ડ લગાવી વિસ્તારને કચરામુક્ત  બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ  આટલા ખર્ચા કર્યા બાદ પણ નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કચરાના ઢગલામાં જાહેર રોડની બાજુમાં મૃત શ્વાન પડેલું રહેતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. બાંકડાઓ પર બેસવાની વાત તો દૂર રહી, લોકો ત્યાંથી પસાર થવામાં પણ સંકોચ અનુભવી રહ્યા છે. તેથી સ્વચ્છતાના બોર્ડ માત્ર દેખાવ પૂરતા હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. જાહેર માર્ગ અને  સરકારી વસાહતનો દરવાજો હોવાથી ત્યાંથી દિવસ દરમિયાન કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોની રોજબરોજ ભારે અવરજવર રહે છે. આવી જગ્યાએ  મૃત પશુ પડી રહેતા સેનિટેશન વિભાગની ગંભીર, બેદરકારી અને બેફિકર કામગીરી દર્શાવે છે. દુર્ગંધના કારણે આસપાસના રહેવાસીઓએ બારી-દરવાજા બંધ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ગંદકી અને દુર્ગંધથી મચ્છર, માખી અને જીવાતો વધતા રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધી છે. પાલનપુર શહેરમાં જાહેરમાં કચરા સ્ટેન્ડ દૂર કરી ગંદકી દૂર કરવા લોકમાંગ ઉઠી રહી છે.    

સંબંધિત સમાચાર