રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 નવેમ્બર, 2025| Super Admin

પાલનપુરના ડીસા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત નિપજ્યું

પાલનપુરના ડીસા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત નિપજ્યું
અકસ્માત સર્જનાર ચાલક વાહન લઇ ફરાર થઇ જતા ફરિયાદ પાલનપુરમાં વાહનોની તેજ રફતાર ને લઇ રોજ બરોજ નાના મોટા અકસ્માત સર્જાય રહ્યા છે જે વચ્ચે ડીસા હાઇવે પર પસાર થઇ રહેલા એક રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઇજાગ્રસ્ત ગૃહસ્થનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જેને લઇ મૃતકના પુત્રે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે પાલનપુરના ડીસા હાઇવે પર આવેલ અંકિત સોસાયટીમાં રહેતા મૂળ દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના ગૃહસ્થ જગદીશભાઈ જોશી ગત તા.3 નવેમ્બરની સાંજે એરોમા સર્કલથી ડીસા હાઇવે તરફ જઇ રહ્યા હતા દરમ્યાન અજાણ્યું વાહન આ રાહદારીને ટક્કર મારી ફરાર થઇ ગયું હતું બનાવમાં રાહદારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન તાં.5 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું જેને લઇ મૃતકના પુત્ર કૌશિક જોશીએ અકસ્માત સર્જી પોતાના પિતાનું મોત નીપજાવી ફરાર થઇ જનાર અજાણ્યા વાહન ચાલક સામે શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.      

સંબંધિત સમાચાર