રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત19 જૂન, 2025| Super Admin

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર; રાજ્યના અલગ-અલગ તાલુકાઓમાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર; રાજ્યના અલગ-અલગ તાલુકાઓમાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ

ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ ૯.૮ ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં ૯.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત સાથે જ અમદાવાદ-ગાંધીનગરમાં મોડીરાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જે હજી પણ ન ઓસરતાં મનપાની કામગીરીની પોલ છતી થઇ છે. બીજી તરફ વાપીમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં ૭ ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચિખલી તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૭ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૭ જિલ્લાના ૧૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સંબંધિત સમાચાર