રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય8 સપ્ટેમ્બર, 2025| Super Admin

મુંબઈમાં 24 માળની ઇમારતમાં ભીષણ આગ, 2 લોકોના મોત, 17 લોકો હોસ્પિટલમાં દાખલ

મુંબઈમાં 24 માળની ઇમારતમાં ભીષણ આગ, 2 લોકોના મોત, 17 લોકો હોસ્પિટલમાં દાખલ

મુંબઈના પશ્ચિમ ઉપનગર દહિસર વિસ્તારમાં 24 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. ફાયર વિભાગે આ ઇમારતમાંથી 36 લોકોને બચાવ્યા હતા. જેમાંથી 2 લોકોના મોત થયા હતા, જ્યારે 17 અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરેકની હાલત સ્થિર છે. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે દહિસર પૂર્વના શાંતિ નગરમાં ન્યૂ જન કલ્યાણ સોસાયટીના સાતમા માળે બપોરે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી. ધીમે ધીમે આગ બિલ્ડિંગના અનેક માળ સુધી ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લેવા માટે ઘણા કલાકો સુધી કામ કર્યું. બહુમાળી ઇમારત આગની સાથે ધુમાડાથી ભરાઈ ગઈ હતી, જેના કારણે ફાયર ફાઇટર્સને મુશ્કેલી પડી હતી. આગમાં બે લોકોના મોત થયા હતા. ઓછામાં ઓછા સાત ફાયર એન્જિન અને અન્ય ઇમરજન્સી રિસ્પોન્સ વાહનો ઘટનાસ્થળે હાજર હતા. ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઇમારત પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. આગ લાગ્યા પછી, ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી ધુમાડો ફેલાઈ ગયો. આ આગમાં એક નાની છોકરી અને એક વૃદ્ધ મહિલાનું મોત થયું. સ્થાનિક લોકોનો આરોપ છે કે ઇમારતમાં ફાયર સેફ્ટી સાધનો કામ કરતા ન હતા.

સંબંધિત સમાચાર