પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક (હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. https://twitter.com/CMOGuj/status/1920814672552542523 આ સાથે ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે આ આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે.
રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

ટેગ્સ:#legal action#public safety#Gujarat Government#Police Enforcement#emergency measures#Leave Cancellation#State Government Employees#Home Affairs#Duty Compliance#Administrative Orders#Personnel Management#Crisis Response#Headquarters Regulations#Employee Accountability#Government Notifications
સંબંધિત સમાચાર
ગુજરાત"હું આ દુનિયા છોડી રહી છું, મારા પતિએ તેના પરિવારને ખુશ રાખવો જોઈએ," એક મહિલાએ પોતાના પગ પર લખીને આત્મહત્યા કરી
7 કલાક પહેલા
ગુજરાતવડોદરાના ભાયલી વિસ્તારમાંથી હડકવાનો એક ચોંકાવનારો કિસ્સો
12 કલાક પહેલા
ગુજરાતસુરતમાં હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરે ફાંસી લગાવી આત્મહત્યા કરી
2 દિવસ પહેલા
ગુજરાતસ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં આપું!” - મુખ્યમંત્રીની ટકોર!
2 દિવસ પહેલા
