રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2025| Super Admin

ખેમાણા; 20 કી.મી.ના અંતરમાં ટોલ ટેક્ષમાં છૂટ આપવાની માંગ,18 ઓગસ્ટે 5000 ખેડૂતો સાથે ધરણાંનું એલાન

ખેમાણા; 20 કી.મી.ના અંતરમાં ટોલ ટેક્ષમાં છૂટ આપવાની માંગ,18 ઓગસ્ટે 5000 ખેડૂતો સાથે ધરણાંનું એલાન
પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા પાસે ટોલનાકુ આવેલું છે. જે ટોલનાકા પર ખેડૂતો અને સ્થાનિક લોકોની ખોટી કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે. ત્યારે આજે  લક્ષ્મણપુરા ગામમાં બેઠક યોજાઇ હતી. જેમાં આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. પાલનપુર પાસે ખેમાણા ટોલનાકા આજુબાજુના 20 કિલોમીટરના અંતરમાં આવતા ગામડાઓમાં વસતા ગ્રામજનો પાસેથી પણ ટોલ ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે. જેની સામે વિરોધ વ્યક્ત કરતા લક્ષ્મણપુરા ગામમાં ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં 500 થી વધુ ખેડૂતો ની બેઠક યોજાઇ હતી. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી 100 રૂપિયાના પાસ લેવાની માંગણી કરાતા ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. 27 ગામના ખેડૂતોની બેઠકમાં સ્થાનિકોને ટોલ ટેક્ષમાં છૂટ આપવાની સાથે સર્વિસ રોડની માંગ કરાઈ હોવાનું તાલુકા કિસાન સંઘના પ્રમુખ માવજી ભાઈ લોહે જણાવ્યું હતું. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત છતાં 20 કિલોમીટર ના અંતરમાં આવતા ગામડાંઓના ગ્રામજનો પાસેથી ખોટી રીતે ટોલ ટેક્ષ વસૂલવા સામે ખેડૂતોએ વિરોધ જતાવ્યો હતો. ખેડૂતોએ ગેરકાયદે ઉભું કરાયેલ ટોળનાકાને હટાવી સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ કરાઈ હતી. 18 ઓગસ્ટે ધરણાં; આજની બેઠકમાં 18 ઓગસ્ટે 5,000 જેટલા ખેડૂતો ટોલટેક્ષ સામે ધરણાં યોજવાનું એલાન કરાયું હતું. ધરણાં બાદ પણ માંગણી નહિ સંતોષાય તો બહેનો સાથે મળીને રસ્તા રોકો સહિતનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. અસરગ્રસ્ત ગામડાંઓ; લક્ષ્મણપુરા, સુરજપુરા, કોઈટા પુરા, ગોકુળપુરા, માલપુરીયા, હસનપુર, ઉકરડા, જસપુરિયા, ચિત્રાસણી, રબારીવાસ, મલાણા, આંત્રોલી, પીરોજપુરા, રામપુરા, ખેમાણા, બાંટાવાડા, હેબતપુર, કોટડા, શિવનગર, મહાદેવીયા, કર્જા, ગોદડપુરા, જેથી, ચેખલા સહિતના અસરગ્રસ્ત ગામના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર