રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય19 એપ્રિલ, 2025| Super Admin

JNU પ્રશાસને એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસર સસ્પેન્ડ કર્યા

JNU પ્રશાસને એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસર સસ્પેન્ડ કર્યા

(જી.એન.એસ) તા. 18

નવી દિલ્હી,

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) પ્રશાસન દ્વારા લાંબી તપાસ બાદ એક મોટો નિર્ણય લીધો હતો જેમાં, એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની એક મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસરસસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ શાંતિશ્રી ધુલીપડી પંડિતે જણાવ્યું કે, ‘આ વહીવટ જાતીય સતામણી કરનારાઓ, રેન્ટ સીકિંગ અને ભ્રષ્ટ કર્મચારીઓ પ્રત્યે ઝીરો-ટૉલરેન્સની નીતિ માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યવાહી કેમ્પસની સુરક્ષા અને જવાબદેહી પર યુનિવર્સિટીના મક્કમ વલણને દર્શાવે છે. યુનિવર્સિટીના શૈક્ષણિક કાઉન્સેલિંગે લાંબી તપાસ બાદ આ નિર્ણય લીધો છે. જે યુનિવર્સિટીની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા છે. તપાસમાં જાણવા મળ્યું કે, જાપાની દૂતાવાસમાં કામ કરતી પીડિતા સાથે યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટી મેમ્બર દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે જાપાન જતી રહી અને આ મામલે ઔપચારિક ફરિયાદ નોંધાવી. રાજદ્વારીઓ દ્વારા આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ તેને વિદેશ મંત્રાલય અને યુનિવર્સિટીને મોકલવામાં આવ્યું.

આ મામલે તપાસ કર્યા બાદ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) એ આરોપોને સાચા ગણાવ્યા. ત્યારબાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે કોઈપણ લાભ વિના બરતરફ કરવાની ભલામણ કરી. જોકે. આરોપી પાસે યુનિવર્સિટીની અપીલ સમિતિ સમક્ષ અપીલ કરવાનો તેમજ કોર્ટમાં જવાનો અધિકાર છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર