રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત22 નવેમ્બર, 2024| Super Admin

ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ કેસમાં સીઈઓ અને માર્કેટિંગ મેનેજર સામે તપાસ શરૂ

ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ કેસમાં સીઈઓ અને માર્કેટિંગ મેનેજર સામે તપાસ શરૂ
ગુજરાતમાં હેલ્થ કેમ્પના નામે બે લોકોના જીવ લઈ લોકોના જીવ સાથે રમત રમનાર ખ્યાતી હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો સામે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ સામે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓએ થોડા દિવસોમાં 13 અલગ-અલગ ગામોમાં ધામા નાખ્યા હતા અને પીડિતોની શોધખોળ કરી હતી. હાલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવનાર લોકોની સંખ્યાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરની છ ટીમો દ્વારા હોસ્પિટલ સ્ટાફ અને આ કૌભાંડનો ભોગ બનેલા લોકોના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં દસ્તાવેજો બહાર આવ્યા ખ્યાતી હોસ્પિટલમાં, એન્જીયોપ્લાસ્ટી કરાવતા દર્દીઓના રેકોર્ડના મોટાભાગે કાચા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા જેથી તેઓ ગમે ત્યારે છેડછાડ કરી શકે. તેનું એક મોટું કારણ એ છે કે ઘણા દર્દીઓના નામ પણ નકલી છે. આ સિવાય ઘણી વખત દર્દીઓને કોઈ સમસ્યા ન હોવા છતાં તેમના નામ સાથે અન્ય કોઈનો રિપોર્ટ ઉમેરી તેમની કાર્યવાહી કરવામાં આવતી હતી.

સંબંધિત સમાચાર