ભારતના પરમાણુ હથિયારોને લઈને અમેરિકન થિંક ટેન્ક ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ (FAS)ના નવા રિપોર્ટમાં મહત્વનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ભારત પાસે હાલમાં અંદાજે 190 પરમાણુ હથિયારો છે. તેમાંથી 160થી વધુ વોરહેડ્સ એવી મિસાઇલો અને અન્ય ડિલિવરી સિસ્ટમ્સ માટે તૈયાર છે, જે પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. FASના વિશ્લેષણ મુજબ ભારત પોતાની પરમાણુ ક્ષમતાને સતત આધુનિક બનાવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પરમાણુ સક્ષમ હથિયારોની અનેક નવી સિસ્ટમ્સ સેનામાં સામેલ કરવામાં આવી છે, જ્યારે કેટલીક નવી સિસ્ટમ્સ હજુ વિકાસ અને ઉત્પાદનના તબક્કામાં છે. આ આધુનિકીકરણને કારણે આગામી વર્ષોમાં ભારતના પરમાણુ ભંડારમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટમાં સૌથી મહત્વની માહિતી ભારત પાસે રહેલા હથિયાર-ગ્રેડ પ્લુટોનિયમ અંગે આપવામાં આવી છે. FASના અંદાજ મુજબ 2026ની શરૂઆત સુધીમાં ભારત પાસે લગભગ 730 કિલો હથિયાર બનાવવામાં ઉપયોગી પ્લુટોનિયમ હોઈ શકે છે. આ જથ્થાના આધારે આશરે 225 વધારાના પરમાણુ વોરહેડ્સ બનાવી શકાય તેવી ક્ષમતા હોવાનો અંદાજ છે. જોકે, FASએ સ્પષ્ટ કર્યું છે કે આ આંકડા અંદાજ આધારિત છે. વાસ્તવિક સંખ્યા પરમાણુ વોરહેડની ડિઝાઇન, ઉત્પાદનમાં વપરાતી સામગ્રી અને રિઝર્વમાં રાખવામાં આવેલા પ્લુટોનિયમના જથ્થા સહિત અનેક પરિબળો પર આધારિત રહી શકે છે.
સમુદ્રમાં પરમાણુ ક્ષમતા વધારવા પર ભાર: રિપોર્ટમાં ભારત સમુદ્ર આધારિત પરમાણુ ક્ષમતાને પણ મજબૂત બનાવી રહ્યું હોવાનો ઉલ્લેખ છે. સબમરીન આધારિત પરમાણુ હથિયારોને ભારતની લાંબા ગાળાની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાના મહત્વપૂર્ણ ભાગ તરીકે જોવામાં આવે છે. આ સમગ્ર વિકાસ વચ્ચે FASનો અહેવાલ ભારતની વધતી પરમાણુ ક્ષમતા અને તેના સતત થઈ રહેલા આધુનિકીકરણ તરફ વિશ્વનું ધ્યાન ખેંચે છે. જોકે, રિપોર્ટમાં દર્શાવવામાં આવેલા આંકડા સત્તાવાર સરકારી આંકડા નહીં પરંતુ ઉપલબ્ધ માહિતીના વિશ્લેષણ પર આધારિત અંદાજ છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /નવી મિસાઇલો સાથે ભારતની ન્યુક્લિયર તાકાતમાં વધારો! 190 પરમાણુ હથિયારો હોવાનો FASનો દાવો
નવી મિસાઇલો સાથે ભારતની ન્યુક્લિયર તાકાતમાં વધારો! 190 પરમાણુ હથિયારો હોવાનો FASનો દાવો

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયપુતિન બ્રિક્સ સમિટ માટે ભારત પહોંચ્યા
7 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયટ્રમ્પની મોટી જાહેરાત, દરેકને આપશે 5,00,000 રૂપિયા
23 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લેશે
23 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયનેપાળમાંથી દુ:ખદ સમાચાર: વિનાશક પૂર બાદ લગભગ 500 વિદ્યાર્થીઓ ગુમ અને 31 શિક્ષકો સંપર્કથી બહાર
1 દિવસ પહેલા
