રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય1 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભારત સરકારનો નિર્ણય : અમેરિકા સાથેની તમામ શ્રેણીની પોસ્‍ટલ સેવા બંધ

ભારત સરકારનો નિર્ણય : અમેરિકા સાથેની તમામ શ્રેણીની પોસ્‍ટલ સેવા બંધ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ભારત પર ભારે ટેરિફ ઝિંક્‍યા બાદ ભારતીય પોસ્‍ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાના કારણે અને રશિયા ઓઈલથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરતું હોવાથી ટ્રમ્‍પે ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ ઝિંકેલો છે, ત્‍યારે હવે ભારતીય પોસ્‍ટ વિભાગે અમેરિકા સાથેની તમામ પોસ્‍ટલ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વિભાગે અમેરિકા જતી તમામ કેટેગરીની પોસ્‍ટ સુવિધા સંપૂર્ણ સસ્‍પેન્‍ડ કરી દીધી છે. કેન્‍દ્ર સરકારના સંચાર મંત્રાલયે રવિવારે માહિતી શેર કરીને સ્‍પષ્ટ કહ્યું છે કે, ભારતીય પોસ્‍ટલ વિભાગે અમેરિકામાં મોકલાતા પત્ર, ડોક્‍યુમેન્‍ટ્‍સ અને ગિફટ પ્રોડક્‍ટ સહિત તમામ કેટેગરીની પોસ્‍ટલ બુકિંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્‍ટલ વિભાગ દ્વારા એરલાઈન્‍સ દ્વારા અમેરિકામાં સામગ્રી પહોંચાડવામાં આવે છે, જેમાં અનેક મુશ્‍કેલી આવી રહી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા લાગુ કરાયેલ નિયમો બાદ નિયમનકારી તંત્રનો અભાવ થતા પત્ર, ડોક્‍યુમેન્‍ટ્‍સ અને ૧૦૦ ડોલરની મૂલ્‍યના ગિફટ પ્રોડક્‍ટ સહિત તમામ શ્રેણીની બુકિંગ સેવા સંપૂર્ણ બંધ કરવાનો આવશે. કેન્‍દ્ર સરકારે ૨૨ ઓગસ્‍ટે જાહેરાત કરી હતી કે, ૧૦૦ અમેરિકન ડોલર સુધીના મૂલ્‍યની વસ્‍તુઓ સિવાય અન્‍ય તમામ ટપાલ સેવાઓ ૨૫ ઓગસ્‍ટથી અસ્‍થાયી રૂપે સ્‍થગિત કરવામાં આવશે. જોકે હવે સરકારે તમામ કેટેગરીની ડાક બુકિંગ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ડાક વિભાગે નોટિસમાં સ્‍પષ્ટ કહ્યું છે કે, સરકાર તમામ સ્‍થિતિ પર ઊંડાણપૂર્વક નજર રાખી રહી છે અને ટૂંક સમયમાં સેવાઓ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્‍લેખનીય છે કે, અમેરિકા સરકારે ૩૦ જુલાઈએ એક આદેશ કર્યો હતો, જેમાં ૮૦૦ ડોલર સુધીની આયાતી વસ્‍તુઓ પર આપવામાં આવતી ટેરિફ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ નવો નિયમ ૨૯ ઓગસ્‍ટથી અમલમાં આવ્‍યો છે. નવા નિયમો મુજબ અમેરિકામાં આવતી તમામ આયાતી વસ્‍તુઓ પર હવે ઇન્‍ટરનેશનલ ઇમર્જન્‍સી ઇકોનોમી પાવર એક્‍ટ (IEEPA) હેઠળ કસ્‍ટમ્‍સ ડ્‍યુટી લાગુ થશે. જોકે, ૧૦૦ ડોલર સુધીની વસ્‍તુઓને આ નિયમમાંથી મુક્‍તિ આપવામાં આવી છે.    

સંબંધિત સમાચાર