રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય31 માર્ચ, 2025| Super Admin

 IFS નિધિ તિવારીને વડાપ્રધાન મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા 

 IFS નિધિ તિવારીને વડાપ્રધાન મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા 

(જી.એન.એસ)તા.31

નવી દિલ્હી,

ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ(DoPT) દ્વારા જારી આદેશ અનુસાર, કેબિનેટ કમિટીની મંજૂરી મળતાં તાત્કાલિક ધોરણે નિધિ તિવારી(IFS 2014) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે.

આઇએફએસ ઑફિસર નિધિ તિવારી હાલ પીએમઓ(પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ હવે વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે લેવલ 12ના પે મેટ્રિક્સ પર કાર્યભાર સંભાળશે. 

વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે નિધિ PMના કાર્યક્રમોનું સંકલન, બેઠકોનું આયોજન અને સરકારી વિભાગો સાથે સંપર્ક સંબંધિત કામકાજ પર દેખરેખ રાખશે. નિધિની નિમણૂકની જાહેરાત પહેલાં વડાપ્રધાનના બે પ્રાયવેટ સેક્રેટરી વિવેક કુમાર અને હાર્દિક શાહ હતા. 

2014ની બેન્ચના ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) ઑફિસર નિધિ તિવારી 6 જાન્યુઆરી, 2023થી પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. તે પહેલાં તે વિદેશ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતો ક્ષેત્રે કામગીરી કરી રહ્યા હતા. 2022માં તે અંડર સેક્રેટરી તરીકે જોડાયા હતા. વારાણસીના મેહમુરગંજ નિવાસી તિવારીએ 2013માં સિવિલ સર્વિસ પરીક્ષામાં 96મો રેન્ક હાંસલ કર્યો હતો. યુપીએસસી પાસ કર્યા પહેલાં તે વારાણસીમાં કોમર્શિયલ ટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. નિધિ તિવારી વિદેશી બાબતો, એટોમિક એનર્જી, સુરક્ષા બાબતો, સહિતના ક્ષેત્રોમાં નિપુણતા અને અનુભવ ધરાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર