રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય10 જૂન, 2025| Super Admin

છત્તીસગઢમાં કોન્ટા નજીક ફુંડીગુડામાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ કરતાં કોન્ટા ASP આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા, અન્ય જવાનો ઘાયલ

છત્તીસગઢમાં કોન્ટા નજીક ફુંડીગુડામાં નક્સલીઓ દ્વારા IED બ્લાસ્ટ કરતાં કોન્ટા ASP આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા, અન્ય જવાનો ઘાયલ

(જી.એન.એસ) તા. 9

સુકમાં,

છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓ દ્વારા એક કરુર ઘટના ને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં, નક્સલીઓએ મંગળવારે (10મી જૂન) બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તે કોન્ટા-એરાબોરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટ થયો હતો. જેમાં ASP આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એએસપી આકાશ રાવ ગિરીપુંજે રાયપુર અને મહાસમુંદમાં ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર રાયપુરમાં જ રહે છે.

તે પણ મહત્વનું છે કે, છત્તીસગઢના બીજાપુર જિલ્લાનું ગાઢ જંગલ, જે એક સમયે નક્સલીઓના ડર અને આતંકનો પર્યાય માનવામાં આવતું હતું, તે હવે સુરક્ષા દળોની વ્યૂહાત્મક સફળતાનું સાક્ષી બની રહ્યું છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી જૂન 2025ના રોજ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ સાત નક્સલીઓ ઠાર મરાયા છે. મહત્ત્વની વાત એ છે કે આ માર્યા ગયેલા નક્સલીઓમાં બે ટોચના લીડર  સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે.



Source link

સંબંધિત સમાચાર