રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય24 ફેબ્રુઆરી, 2026| Super Admin

અમેરિકા – Gujarati GNS News


(જી.એન.એસ) તા. ૨૪

મેક્સિકો સિટી,

મેક્સિકોનો કુખ્યાત ડ્રગ માફિયા અલ મેન્ચો લશ્કરી ઓપરેશનમાં ઠાર થયો તે પછી મેક્સિકોમાં હિંસા ફાટી નીકળી છે. મેંચોના સમર્થકોએ કેટલાય પ્રાંતોમાં હિંસા આચરી છે. સરકારી પ્રોપર્ટીમાં આગ લગાડી છે. મેક્સિકોમાં સ્થિતિ ખૂબ વણસી એટલે સરકારે ઈમરજન્સી જાહેર કરીને લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરી છે. પબ્લિક પરિવહન પણ તાત્કાલિક અસર બંધ કરવાનો આદેશ થયો છે. ભારતીય દૂતાવાસે ભારતના નાગરિકો માટે પણ એડવાઈઝરી જાહેર કરી છે.દુનિયાના મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફિયાના લિસ્ટમાં સામેલ અલ મેંચો લશ્કરી ઓપરેશનમાં માર્યો ગયો હતો. અલ મેંચોના નામથી ઓળખાતા આ વોન્ટેડ ડ્રગ માફિયાનું નામ નેમેસિયો રૂબન ઓસેગુએરા સર્વેટેસ હતું. તેણે જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ નામથી બનાવેલું ડ્રગ્સ ગુ્રપ મેક્સિકોનું સૌથી શક્તિશાળી ડ્રગ્સ જૂથ બની ગયું હતું. અમેરિકામાં જે ડ્રગ્સનો જથ્થો પહોંચે છે તેમાં આ કાર્ટલનો મોટો હિસ્સો હોય છે. અમેરિકાએ પણ અલ મેંચોને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર કર્યો હતો.

મેક્સિકોના સુરક્ષાદળોએ આ માફિયાના રાજ્ય જલિસ્કોમાં ઓપરેશન ચલાવ્યું હતું. તે ભાગેડુ જાહેર થયો હતો. લશ્કરના ઓપરેશન દરમિયાન એર ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું હતું. તેના મોતની જાણકારી સામે આવી પછી સમર્થિત કાર્ટલના ગુંડાઓએ જલિસ્કો, ગુઆનજુઆતો, નાયરિટ, મિચોઆકાન અને તમાઉલિપાસ જેવા ૧૨ પ્રાંતો અને શહેરોમાં બસો, કાર, ઈમારતોમાં આગ લગાવી હતી. કેટલાય રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. આ ડ્રગ્સ જૂથના ગુંડાઓ બંદૂકો લઈને રસ્તા પર નીકળી પડયા હતા. ચારેબાજુ હિંસાની ઘટનાઓ બની પછી મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબામે આ પ્રાંતોમાં સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. જોકે, સત્તાવાર રીતે તેમણે આ ઘટના સ્વીકારી ન હતી. તેમના નિવેદનમાં કહેવાયું કે સુરક્ષા કેબિનેટ આ બાબતે સંપૂર્ણ જાણકારી આપશે. જે પ્રાંતોમાં સ્થિતિ બેકાબૂ છે ત્યાં હાઈવે પર લોકોને ન નીકળવાની સલાહ સરકારે આપી છે. અમેરિકાની સરકારે મેક્સિકોને આ મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયાને પકડવાના બદલામાં ૧.૫ કરોડ ડોલરની રકમ ઓફર કરી હતી. ભારતના મેક્સિકો સ્થિત દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે કહ્યું કે ભારતીય નાગરિકો આગામી સૂચના સુધી બહાર ન નીકળો. બિનજરૂરી પ્રવાસ ટાળો, ભીડથી દૂર રહો. ભારતીય દૂતાવાસે કહ્યું કે સ્થાનિક અધિકારીઓની સૂચનાનું પાલન કરો. સ્થાનિક અપડેટ્સ પર નજર રાખો. દૂતાવાસે મદદ માટે હેલ્પલાઈન પણ જાહેર કરી છે.



Source link

સંબંધિત સમાચાર