રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત21 જાન્યુઆરી, 2026| Super Admin

તબિયત હાલ સુધારા હેઠળ – Gujarati GNS News


ગાંધીનગર/અમદાવાદ,

ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ છે તે અન્વયે જણાવવાનું કે હાલ ગંભીરા બ્રિજ પર પુલની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. હાલમાં આ બ્રિજ માં અંદાજિત ૩૦૦ થી ૩૫૦ મજૂરો કામગીરી કરી રહેલ છે. એક મજૂર સેફટી સાધન પહેરીને પિયરની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય સ્થળે ન લગાવતા કામગીરી દરમિયાન અકસ્માતથી લપસીને નીચે પડેલ ગયો હતો. આ દરમિયાન ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ તથા જીગરભાઈ સ્થળ પર હાજર હતા.આ ઘટનાને કારણે મજુરને કમરના ભાગમાં તથા પગના ભાગમાં ફેકચરની ઈજા થવા પામી છે. ઇજારદાર દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એમ વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર ઇજાર દારશ્રી દ્વારા નિયમ અનુસાર આ મજૂરનું ઇન્સ્યોરન્સ કરાવેલ છે તે અંતર્ગત મજુરની આ સારવાર આવરી લેવામાં આવેલ છે. જેથી આ ઘટનાને કારણે મજૂરના કૌટુંકબીજનો પર વધારાનો નાણાકીય બોજ પડ્યો નથી. હાલ મજુર ની સારવાર દરમિયાન ઇજારદાર નો ૧ વ્યક્તિ હોસ્પિટલમાં મજૂર ની સાથે સાર સંભાળ માટે રાખેલ છે. ઈજા પામેલ મજુરની તબિયત હાલમા સુધારા હેઠળ છે. આ બ્રીજની કન્સ્ટ્રક્શનની કામગીરી જરૂરી સેફટી સાથે જ કરવામાં આવે છે જેની નોંધ લેવા વિનંતી છે.



Source link

સંબંધિત સમાચાર