રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત21 એપ્રિલ, 2026| Super Admin

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: 'ગઝવા-એ-હિંદ'નું કાવતરું ઘડતા 2 કટ્ટરપંથી ઝડપાયા

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: 'ગઝવા-એ-હિંદ'નું કાવતરું ઘડતા 2 કટ્ટરપંથી ઝડપાયા

સિધ્ધપુર અને મુબઈના આ બે યુવાનો દ્રારા ભારત સરકાર સામે શસસ્ત્ર બળવો કરી ધાક બેસાડવાનુ કાવતરૂ રચેલ હોવાનું સામે આવ્યું

ગુજરાત એ.ટી.એસ. દ્વારા સોશ્યલ મિડીયા અને ઈન્ટરનેટ પર ભારત વિરુદ્ધ ચાલતી પ્રવૃતિઓ પર સોશ્યલ મિડીયા ઇન્ટેલિજન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે. જે દરમ્યાન એ.ટી.એસ.ના પીએસઆઈ એ.પી.પરમાર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે સીધ્ધપુર, પાટણનો ઈરફાન કાલેખાન પઠાણ ઇસ્લામીક કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને તેણે તેના મળતીયા સાથે મળીને ભારતમાં ગજવા એ હીન્દ ની સ્થાપના કરવા ભારત સરકાર સામે શસસ્ત્ર બળવો કરી ધાક બેસાડવાનુ કાવતરૂ રચેલ છે. અને તે માટે તે હથીયારો ભેગા કરવાની તેમજ બોમ્બ બનાવવાની તૈયારી કરી રહેલ છે. તેમજ ભારત દેશના તથા બહારના મુસ્લીમોને જીહાદ કરવા પ્રોત્સાહીત કરી ટીમ બનાવવાની તૈયારી કરી રહેલ છે.

જે બાતમી હકિકત અંગે એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી તેઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક કે.સિદ્ધાર્થનાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વિરજીતસિંહ પરમાર નાઓની આગેવાનીમાં પીઆઈ વી.આર.જાડેજા, પો.વા.ઇન્સ કે.પી.ગોલેતર, પો.સ.ઈ.અજય ચૌધરી, પો.સ.ઈ. એચ.ડી.વાઢેર પો.વા.સ.ઈ. બી.આર.જાડેજા તથાએ.ટી.એસ.ના સ્ટાફની ટીમ બનાવવામાં આવેલ.જે બાદ ઈસમ ઇરફાનને એ.ટી.એસ.કચેરી ખાતે પ્રાથમિક પુછપરછ માટે લાવેલ.જે દરમ્યાન ઈરફાનના મોબાઈલ ફોનમાંથી જાણવા મળેલ કે, તે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે ISIS તથા અન્ય વિવિધ કટ્ટર ઇસ્લામિક માનસિકતા ધરાવતા લોકો તથા સમુહ સાથે સંપર્ક માં છે અને તેના મળતીયાઓ સાથે મળી સમગ્ર દેશમાં ગઝવા-એ-હિંદ સ્થાપિત કરવા માટે, રાજકીય નેતાઓ, RSS સાથે સંકળાયેલ લોકો તથા કુફરોને મારવા માટે તથા શરિયત લાગુ કરવા માટે દેશના વિવિધરાજ્યોમાંથી સમાન કટ્ટર ઇસ્લામિક વિચારધારા ધરાવતા મુજાહિદિનોને એક સાથે જોડી,તેમને RDX બોમ્બ તથા અન્ય પ્રકારનાબોમ્બ બનાવવાની અને વિવિધ હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપવા કેમ્પમાં મોકલવા,ISIS તથા અન્ય ટેરર ઓર્ગેનાઈઝેશન સાથે સંપર્ક બનાવી પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનથી હથિયારોનું સ્મગલિંગ કરવા તથા ઉપરોક્ત પ્રવૃતિઓ માટે ભંડોળ ભેગુ કરી સમગ્ર દેશમાં આતંકવાદી પ્રવૃતિઓ શરુ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યુ હતું.

જે અન્વયે એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.૨.નં.૦૪/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા કલમ ૬૧, ૧૪૮ મુજબનો ગુનો નોંધી આરોપી ઈરફાન કાલેખાન પઠાણ ઉ.વ.૨૨ રહે. મકાન નં-૪, અમૃતપાર્ક સોસાયટી, જે.પી.મીલ,સીધ્ધપુર જી.પાટણ નાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જે બાદ વધુ વિગતો તપાસતા જાણવા મળેલ કે, સાકિનાકા મુંબઈ ખાતે રહેતા મુરશીદ ઝાહીદ અખતર શેખ પણ આરોપી ઈરફાન પઠાણ સાથે ઉપરોક્ત ગુનાહિત પ્રવૃતિમાં સામેલ છે. જેથી પો.સ.ઈ. સંદિપ ચાવડા,પો.સ.ઈ.આશિષ બારા,પો.સ.ઈ.એમ.એમ.ગઢવી,પો.વા.સ.ઈ. પરેશ વસાવા તથા એ.ટી.એસ.

ના સ્ટાફની ટીમ બનાવી મહારાષ્ટ્ર પોલીસની મદદથી ઉપરોક્ત ઈસમ મુરશીદ શેખની અટકાયત કરી એ.ટી.એસ. કચેરી ખાતે લાવી પ્રાથમિક પુછપરછ કરતા તેની પાસેથી પણ મોબાઈલમાં વાંધાજનક સાહિત્ય તથા આરોપી ઈરફાન પઠાણ સાથે મળી દેશ વિરોધી પ્રવૃતિ કરવા માટેના પ્લાનિંગની ચેટ મળી આવેલ. જેથી આરોપી મુરશીદ ઝાહીદઅખતર શેખની પણ ઉપરોક્ત કેસમાં ધરપકડ કરવામાં આવેલ. ઉપરોક્ત બન્ને આરોપીઓના ૧૧ દિવસના રિમાંડ મેળવી આ કાવતરામાં સંડોવાયેલ અન્ય ઈસમો વિરુદ્ધ તપાસ ચાલુમાં હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી સોશ્યલ મિડીયા તથા ઈન્ટરનેટ પર ચાલતી દેશવિરોધી પ્રવૃતિઓ તથા ઇસ્લામિક કટ્ટરવાદી વિચારધારા વિરુદ્ધ એક મહત્વ પુર્ણ પગલુ હોવાનું મનાય છે.

સંબંધિત સમાચાર