રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય14 જૂન, 2025| Super Admin

ખેડુતો માટે ખુશખબર : પીએમ કિસાન યોજનાનો ૨૦મો હપ્‍તો જૂનના અંતમાં જમા થશે

ખેડુતો માટે ખુશખબર : પીએમ કિસાન યોજનાનો ૨૦મો હપ્‍તો જૂનના અંતમાં જમા થશે

પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ૨૦મા હપ્તાની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ૨,૦૦૦ રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવે છે.ફેબ્રુઆરી ૨૦૨૫માં કેન્‍દ્ર સરકારે યોજનાનો ૧૯મો હપ્તો જારી કર્યો હતો, અને હવે ૨૦મો હપ્તો જૂન ૨૦૨૫ ના અંત સુધી ગમે ત્‍યારે ખેડૂતોના ખાતામાં મોકલી શકાય છે. જો કે, સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા ૨૦૧૯ માં PM-KISAN યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્‍ય નાના અને સીમાંત ખેડૂતોને સીધી રોકડ સહાય પૂરી પાડીને ખેતીમાં મદદ કરવાનો છે. આ હેઠળ, દરેક પાત્ર ખેડૂતને વાર્ષિક ૬,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે, જે ચાર મહિનાના અંતરાલ પર ૨,૦૦૦ રૂપિયાના હપ્તામાં તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.અત્‍યાર સુધીની પેટર્ન મુજબ, ૧૯મો હપ્તો ફેબ્રુઆરી ૨૦૨૫ માં જારી કરવામાં આવ્‍યો હતો. આવી સ્‍થિતિમાં, ૨૦મો હપ્તો જૂન ૨૦૨૫ માં ગમે ત્‍યારે જારી કરી શકાય છે. તેથી, જે ખેડૂતોએ સમયસર પોતાનું KYC પૂર્ણ કર્યું છે અને જેમનું નામ લાભાર્થીઓની યાદીમાં છે તેઓ ટૂંક સમયમાં આગામી હપ્તો મેળવી શકે છે.

સંબંધિત સમાચાર