રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય10 એપ્રિલ, 2026| Super Admin

મુંબઈ એરપોર્ટ પર સોનાની 'સર્જિકલ સ્ટ્રાઈક': 24 વિદેશી મહિલાઓ પાસેથી 38 કરોડનું સોનું ઝડપાયું

મુંબઈ એરપોર્ટ પર સોનાની 'સર્જિકલ સ્ટ્રાઈક': 24 વિદેશી મહિલાઓ પાસેથી 38 કરોડનું સોનું ઝડપાયું


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની તસ્કરી પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. એક ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં અધિકારીઓએ અંદાજે 38 કરોડ રૂપિયાની કિંમતનું 29.37 કિલો સોનું જપ્ત કર્યું છે. "આ કાર્યવાહીમાં એક-બે નહીં, પણ પૂરી 24 કેન્યાઈ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાઓની મોડસ ઓપરેન્ડી જોઈને તપાસ અધિકારીઓ પણ હક્કાબક્કા રહી ગયા હતા. આ મહિલાઓએ સોનાને પોતાના કપડાંમાં, અન્ડરગારમેન્ટ્સમાં અને હેન્ડ બેગના ગુપ્ત ખાનાઓમાં અત્યંત ચાલાકીપૂર્વક છુપાવ્યું હતું."

આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ

તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ મહિલાઓ કેન્યાથી મુંબઈ આવી રહી હતી. કસ્ટમ્સ વિભાગને શંકા જતાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સોનાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. હાલમાં આ તમામ 24 મહિલાઓની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે."

સંબંધિત સમાચાર