રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય1 ડિસેમ્બર, 2024| Super Admin

આજથી વાહન ચલાવવું મોંઘુ સીએનજી ના ભાવમાં વધારો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ મોંઘા

આજથી વાહન ચલાવવું મોંઘુ સીએનજી ના ભાવમાં વધારો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ મોંઘા
ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આજથી એટલે કે 1 ડિસેમ્બરથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં CNGની કિંમત હવે વધીને 77.76 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગુજરાત ગેસે તેના ફ્રેન્ચાઇઝ માલિકોને પત્ર મોકલીને આ માહિતી આપી છે. અગાઉ જુલાઈમાં સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં પણ કિંમતમાં ફરી એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સીએનજીના આ નવા ભાવ મધરાતથી લાગુ થઈ ગયા છે. સીએનજી વાહન વપરાશકારોને અસર કરશે કિંમતોમાં આ વધારો દક્ષિણ ગુજરાતના 4 લાખથી વધુ સીએનજી વાહન વપરાશકારોને અસર કરશે. તમને જણાવી દઈએ કે સુરતમાં 60 CNG પંપ અને દક્ષિણ ગુજરાતમાં 250 CNG પંપ છે. CNG નો ઉપયોગ મોટાભાગે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં થાય છે. જેના કારણે સ્કૂલ વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કરવો પડી શકે છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો બીજી તરફ મહિનાના પહેલા દિવસે સરકારી ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે દિલ્હીમાં 1818.50 રૂપિયામાં મળશે. દિલ્હી સિવાય કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1927.00 રૂપિયા થઈ ગઈ છે. આ ગેસ સિલિન્ડર મુંબઈમાં ₹1771.00 અને ચેન્નાઈમાં ₹1980.50માં ઉપલબ્ધ છે.

સંબંધિત સમાચાર