રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા30 નવેમ્બર, 2024| Super Admin

ધાનેરા પોલીસે પ્લાસ્ટિક નીચે સંતાડી લઈ જવાતો પોષ ડોડાનો 4 લાખનો જથ્થો ઝડપી પાડયો

ધાનેરા પોલીસે પ્લાસ્ટિક નીચે સંતાડી લઈ જવાતો પોષ ડોડાનો 4 લાખનો જથ્થો ઝડપી પાડયો

ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન પોષ ડોડાનો જથ્થો  જપ્ત કરી એક ઈસમ ની અટકાયત કરી છે. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પાડોશી રાજસ્થાન રાજ્ય ને જોડતી ચેક પોસ્ટ હોવાના કારણે વાહન ચેકીંગ સઘન થાય છે. જેમાં રાજસ્થાન રાજ્ય તરફ થી આવતી એક પિકપ ગાડી કે જેના પાછળ નાં ભાગે પ્લાસ્ટી ઢાંકેલું હતું. ધાનેરા પોલીસ એ પ્લાસ્ટિક ઊંચું કરી જોતા અંદર શંકાસ્પદ પોષ ડોડા હોવાની જાણ થતાં ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ એફ.એસ.એલ ની મદદ લેતા આખરે આ મુદ્દામાલ પોષ ડોડા જ હોવાનું માલૂમ થતા ધાનેરા પોલીસ એ સરકારી પંચો ની હાજરી માં પોષ ડોડા નો જથ્થો કબજે લઈ વજન કરાવતા કુલ 138.300 કીલો ગ્રામ પોષ ડોડા નો જથ્થો મળી આવ્યો હતો. 

જેની કિંમત 4 લાખ 14 હજાર 900 રૂપિયા થાય છે.આ સિવાય મોબાઈલ તેમજ ગાડી ની કીમત સાથે કુલ 9 લાખ 20 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ધાનેરા ની ઓમ વિલા સોસાયટી મા રહેતા બાબુસિંહ પદમ સિંહ રાજપુરોહિત ની અટકાયત કરી છે.તપાસ દરમિયાન પોષ ડોડા નો જથ્થો રાજસ્થાન રાજ્ય નાં ધમાણા ગામ થી લાવ્યો હોવાનું આરોપી એ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર