મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમિયાન તેમણે રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં ભારતમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ કર્યા હતા. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે સસ્ટેઈનેબલ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે તેનો મહત્તમ લાભ યુવા ખેલાડીઓ સહિત ખેલકૂદ પ્રતિભાઓને મળે છે તેની ભૂમિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. એટલું જ નહિ, વડાપ્રધાનના નેતૃત્વમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા વિરાટ આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટને તેમણે માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત ૨૦૨૫માં કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ તેમજ ૨૦૨૮માં અંડર ૨૦ એથલેટીક્સ ચેમ્પિયનશિપ્સ અને ૨૦૨૯માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે તે અંગે પણ વાતચીત કરી હતી. મુખ્યમંત્રી સાથેની આ બેઠક દરમિયાન કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સે પણ કોમનવેલ્થ ગેઈમ્સના ૨૦૨૬-૨૦૩૦ના રોડમેપ તથા ગેઈમ્સ રિસેટ ફ્રેમવર્કની જાણકારી આપી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રમત ગમત સ્પર્ધાના યજમાન રાષ્ટ્રને ઓછું નાણાંકીય ભારણ આવે તથા નાણાંકીય સ્થિરતા મળે તે માટે જે તે રાષ્ટ્રના હયાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ ને વધુ ઉપયોગ રમતોના આયોજનો માટે કરવાની નેમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરની વિરાટ રમતોના આયોજનોમાં કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના અનુભવ જ્ઞાનના સહયોગથી સાથે મળીને કામ કરવાની તત્પરતા પણ આ મૂલાકાત બેઠકમાં દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સની ગાંધીનગરમાં મુલાકાત

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, સૌરાષ્ટ્રમાં 6 દિવસમાં બીજો ભૂકંપ અનુભવાયો, જાણો તેની તીવ્રતા
6 કલાક પહેલા
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
4 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
5 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
6 દિવસ પહેલા
