રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત2 ડિસેમ્બર, 2024| Super Admin

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪નો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪નો પ્રારંભ કરાવશે

૬ ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે રવિ કૃષિ મહોત્સવના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૪ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી ૬ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે. 

બનાસકાંઠા જિલ્લા સ્થિત સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ સંકુલ મુકામે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સવારે ૯-૦૦ કલાકથી રાજય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે. આ સાથે તા.૬ અને ૭ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે પણ આ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરાશે. બનાસકાંઠા જિલ્લામાં રાજય કક્ષાનો ૧(એક) અને તાલુકા કક્ષાના ૧૩ (તેર) કુલ મળીને ૧૪ કાર્યક્રમ યોજાશે. રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં કાર્યક્રમને અનુરૂપ સુચારુ કામગીરીની સોંપણી કરાઈ હતી.આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ૬ અને ૭ ડિસેમ્બરના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નું આયોજન - દાંતીવાડા મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો મહોત્સવ - પાલનપુર તાલુકો:- ગુરુ મંદિર સલેમપુરા-વેડચા રોડ સલેમપુરા ગામ ખાતે તાલુકા કક્ષાનો, - અમીરગઢ તાલુકો :- લોકનિકેતન વિરમપુર અમીરગઢ ખાતે, - વડગામ તાલુકો :- APMC વડગામ ખાતે, - ડીસા તાલુકો :- અજંતા કોલ્ડ સ્ટોરેજ, ડીસા-પાલનપુર હાઇવે, ડીસા ખાતે, - વાવ તાલુકો :- APMC વાવ ખાતે, - દાંતા તાલુકો :- APMC દાંતા ખાતે, - ધાનેરા તાલુકો :- આદર્શ વિદ્યાલય, થાવર ધાનેરા ખાતે, - દિયોદર તાલુકો :- APMC મેદાન, દિયોદર ખાતે, - કાંકરેજ તાલુકો :- રાજ્યવિદ્યા પ્રચાર સેવા સંસ્થા કુવારવા આશ્રમ, કુવારવા, કાંકરેજ ખાતે, - ભાભર તાલુકો :- મહાકાળી માતાનું મંદિર, ખારા, ભાભર ખાતે, - સુઈગામ તાલુકો :- રાજેશ્વર મહાદેવ મંદિર, સુઈગામ ખાતે, - થરાદ તાલુકો :- APMC થરાદ ખાતે, - લાખણી તાલુકો :- APMC, લાખણી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાશે.

સંબંધિત સમાચાર