રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા11 જૂન, 2026| Super Admin

રસાણા મોટા ગામે પૈસાની ઉઘરાણીમાં લોહિયાળ ખેલ: યુવક પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો

રસાણા મોટા ગામે પૈસાની ઉઘરાણીમાં લોહિયાળ ખેલ: યુવક પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો

ડીસા તાલુકાના રસાણા મોટા ગામે પૈસાની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડામાં એક યુવક પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ખુશાલજી નારણજી દેલવાડીયા (ઉ.વ. 42), જે રસાણા મોટા ગામના રહેવાસી છે અને કડિયાકામ કરે છે, ફરિયાદ મુજબ, ખુશાલજી અને હેદુજી માડણજી ઠાકોર પંચાયત કચેરી આગળ ઊભા હતા ત્યારે ગામના મુકેશજી મહાદેવભાઈ કોટડીયા પોતાની ગાડી લઈને ત્યાંથી પસાર થયા હતા. 

ખુશાલજીએ મુકેશજી પાસે બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરતા મુકેશજી ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ગાડીમાંથી લોખંડની પાઇપ કાઢી ખુશાલજીના માથા, પગ અને પીઠના ભાગે માર માર્યો હતો, જેના કારણે ખુશાલજી નીચે પડી ગયા હતા. હુમલા બાદ આરોપીએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં ખુશાલજીના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વધુ સારવાર માટે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ખુશાલજી એ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Deesa#Rasana Mota

સંબંધિત સમાચાર