રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત30 જૂન, 2025| Super Admin

જુનાગઢમાં B.ED માટે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર

જુનાગઢમાં B.ED માટે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન 3 બી.એડ. કોલેજની માન્યતા રદ 

(જી.એન.એસ) તા. 30

જુનાગઢ,

બી.એડ અને એમ.એડ માટે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે જેમાં, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને 3 કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ન કરવા સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર અનુસાર, સીમારની ઉકાભાઈ ડોડિયા બી.એડ. કોલેજ, માંગરોળની શ્રી શારદાગ્રામ કોલેજ ઓફ એજ્યુકેશન (B.ED) અને ઉનાની વી.બી. નાંડોળા કોલેજની (B.ED) માન્યતા રદ કરવામાં આવી છે.

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન 3 બી.એડ. કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. યુનિવર્સિટીએ પરિપત્રમાં જણાવ્યું કે, NCTE દ્વારા 3 બીએડ અને M.Ed. કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે.

યુનિવર્સિટીનાં પરિપત્રમાં જણાવ્યા મુજબ, શૈક્ષણિક વર્ષ 2025-2026 ની પ્રવેશ પ્રક્રિયામાં આ સંસ્થા/કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ કોલેજોમાં વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે નહીં. જે કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે તેમાં સીમારની ઉકાભાઈ ડોડિયા બી.એડ. કોલેજ, માંગરોળની શ્રી શારદાગ્રામ કોલેજ ઓફ એજ્યુકેશન (B.ED) અને ઉનાની વી.બી. નાંડોળા કોલેજ (B.ED) સામેલ છે.



Source link

સંબંધિત સમાચાર