રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા6 જુલાઈ, 2025| Super Admin

આસેડાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પાકા રસ્તાના અભાવે પરેશાન, તાત્કાલિક કાર્યવાહીની અપીલ

આસેડાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પાકા રસ્તાના અભાવે પરેશાન, તાત્કાલિક કાર્યવાહીની અપીલ

ડીસા તાલુકાના આસેડા ગામે વડવાળા વાસમાં આવેલા હડકાઈ માના મંદિરથી ગામમાં પ્રવેશતા માર્ગને પાકો બનાવવાની ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. કાચા રસ્તાના કારણે ખાસ કરીને ચોમાસામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બની જાય છે, જેના કારણે સ્થાનિકો દ્વારા આસેડા ગ્રામ પંચાયતને આ રસ્તાનું તાત્કાલિક નવીનીકરણ કરવા અને તેને પાકો બનાવવાની અપીલ કરવામાં આવી છે. આસેડા ગામમાં હડકાઈ માના મંદિર પાસેથી ગામમાં જતો રસ્તો પાકો ન હોવાથી ગ્રામજનો વર્ષોથી મુશ્કેલી વેઠી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પારાવાર મુશ્કેલી પડે છે. ચોમાસા દરમિયાન તો આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વણસે છે. પાણી ભરાવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હાલ વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે. આથી, આસેડા ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરીને પાકો રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે અને સત્વરે કામ શરૂ થાય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર