રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
ગુજરાત4 જૂન, 2025| Super Admin

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્યકક્ષાનો ઉજવણી સમારોહ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્યકક્ષાનો ઉજવણી સમારોહ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાશે

સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની રહેશે પ્રેરક ઉપસ્થિતિ

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્ય કક્ષાનો ઉજવણી સમારોહ આવતીકાલ તા. ૫ જૂનના રોજ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાશે. આ સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

        વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સમારોહ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવા સચિવાલય-ગાંધીનગર ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન થશે. તદુપરાંત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું લોકાર્પણ થશે. ઉજવણી સમારોહ દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિવિધ પર્યાવરણીય તેમજ વન વિભાગના નવીન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમીપૂજન કરશે.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનાર મહત્વપૂર્ણ લોકાર્પણ:-

૧.  અદ્યતન XGN પોર્ટલનું લોન્ચિંગ

૨. સાઇટીંગ ક્રાઇટેરીયા ટુલનુ પીએમ ગતિશક્તિ પોર્ટલ પર લોન્ચિંગ

૩. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડનુ લોન્ચિંગ

૪. અદ્યતન GCZMAની વેબસાઇટ-પોર્ટલનુ લોન્ચિંગ

   ૫. ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા GHG એમીશન પોર્ટલનું લોન્ચિંગ

   ૬. અમદાવાદ તથા ઓલપાડ-સુરત ખાતે બેગ વેન્ડિંગ મશીનનું ઈ-લોકાર્પણ

   ૭. GPCBની ભરૂચ-પ્રાદેશિક કચેરીના નવનિર્મીત ભવનનું ઈ-લોકાર્પણ

   ૮. GPCBની અમદાવાદ શહેર-પ્રાદેશિક કચેરીના ભવનનુ ઈ-ખાતમુહૂર્ત

   ૯. GPCBની મોરબી-પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું ઈ-લોકાર્પણ

   ૧૦. હાલોલ ખાતે નવનિર્મીત CETPનું ઈ-લોકાર્પણ

૧૧. ગુજરાત ઓઇલ રીસાઇલીંગ એસોસીએશનના(GORA) વેસ્ટ ઓઇલ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ

વધુમાં, સમારોહ દરમિયાન મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સી.ઇ.ટી.પી. (CETP) અને સુરતમાં તેના મેમ્બર યુનિટ્સ વચ્ચે ઔદ્યોગિક કચરાના અસરકારક નિકાલ માટે એમ.ઓ.યુ. (MoU) હસ્તાંતરિત કરવામાં આવશે. સમારોહ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા “પ્લાસ્ટિકના વિકલ્પો, રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી” વિષય પર, વન વિભાગ દ્વારા “વન અને ક્લાઈમેટ એક્શન” વિષય પર તેમજ શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “એન્વાયરન્મેન્ટ  સસ્ટેનેબિલિટી માટે શહેરી અને ગ્રામ્ય વિકાસ” વિષય પર ટેક્નીકલ સત્રો યોજાશે.

આ સમારોહ મહત્વપૂર્ણ પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રિઝ એક્સપર્ટ, એન્વાયરન્મેન્ટ એક્સપર્ટ અને સિવિલ સોસાયટીને એકત્રિત કરીને ગુજરાતના હરિયાળા, સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત ભવિષ્યના કમિટમેન્ટને આગળ વધારવાનો મંચ બનશે.



Source link

સંબંધિત સમાચાર