રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
ગુજરાત30 મે, 2025| Super Admin

ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત: રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય

ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત: રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય

જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ

(જી.એન.એસ) તા. 30

ગાંધીનગર,

દેશના વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ-2024 દરમિયાન વડાપ્રધાનમંત્રીશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને પગલે, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. હવેથી રાજ્યની તમામ શાળાઓ (સરકારી, અર્ધસરકારી, ખાનગી) દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.

જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યશ્રીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી(પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ને નિર્દેશ કર્યો છે કે, આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત થઈ શકે, સાથે સાથે અન્ય મહત્વનો ઉદ્દેશ્ય છે કે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય.



Source link

સંબંધિત સમાચાર