રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય27 મે, 2025| Super Admin

કર્ણાટકમાં ભાજપના 2 ધારાસભ્યોને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

કર્ણાટકમાં ભાજપના 2 ધારાસભ્યોને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

(જી.એન.એસ) તા. 27

બેંગલુરુ,

કર્ણાટકના બે ધારાસભ્યો સામે અનેક એફઆઈઆર, ક્રોસ વોટિંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિની ઘટના સામે આવ્યા બાદ ભાજપે મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવત્તિઓ કરનારા બંને ધારાસભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે હાંકી કાઢ્યા છે. એટલું જ નહીં બંનેને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા છે.

યશવંતપુરા અને યેલ્લાપુરના ધારાસભ્યને ભાજપમાંથી હાંકી કઢાયા

ભાજપ કર્ણાટક એકમના અધ્યક્ષ બી.વાઈ.વિજયેન્દ્રએ કહ્યું કે, ‘ભાજપના હાઈકમાન્ડ સાથે વાતચીત કર્યા બાદ યશવંતપુરાના ધારાસભ્ય એસ.ટી.સોમશેખર અને યેલ્લાપુરના ધારાસભ્ય એ.શિવરામ હેબ્બારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની સાથે તેઓને તમામ પદો પરથી હટાવી દેવાયા છે.

ભાજપની કેન્દ્રીય શિસ્ત સમિતિના સભ્ય સચિવ ઓમ પાઠકે શિવરામ હેબ્બારને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હોવાનો સત્તાવાર પત્ર પાઠવ્યો છે. હેબ્બારે પાર્ટી શિસ્તનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે આ કાર્યવાહી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પત્રમાં લખાયું છે કે, તમને પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલીક છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે અને તમને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દેવાયા છે.

સોમશેખર અને હેબ્બાર પર અનેક એફઆઈઆર નોંધાયેલી છે અને તેની તપાસ પણ કરવામાં આવી છે. માર્ચ 2024માં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સોમશેખરે પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરી કોંગ્રેસ ઉમેદવાર અજય માકન માટે ક્રોસ વોટિંગ કર્યું હતું, જ્યારે હેબ્બાર મતદાન કરવાથી દૂર રહ્યા હતા. બંને ધારાસભ્યોની આ પ્રવૃત્તિને ભાજપના આંતરિક વિદ્રોહ તરીકે જોવાઈ છે, જેને લઈને પાર્ટીએ આ કાર્યવાહી કરી છે.



Source link

સંબંધિત સમાચાર