રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત18 મે, 2025| Super Admin

નવસારીનો યુવક બે યુવતી સાથે કરશે લગ્ન, 3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી

નવસારીનો યુવક બે યુવતી સાથે કરશે લગ્ન, 3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી

(જી.એન.એસ) તા. ૧૮

નવસારી,

ગુજરાતના નવસારીનો એક યુવક બે યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. નવસારીના વાંસદા તાલુકામાં યુવકની લગ્નીની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખાનપુર ગામના યુવકના આવતીકાલે સોમવારે (19 મે, 2025) બે યુવતી સાથે અને પોતાના 3 ત્રણ સંતાનોની સાક્ષી લગ્ન થવા જઈ રહ્યાં છે, ત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. આદિવાસી સમાજની અનોખી પરંપરાથી યુવકના બે યુવતી સાથે લગ્ન થવાના છે, ત્યારે ચાલો જાણીએ આદિવાસી પરંપરા વિશે.

ખાનપુર ગામના રહેવાસી મેઘરાજભાઈ (ઉં.વ.36)ના લગ્નની કંકોત્રીની ચર્ચા ચારેયકોર થઈ રહી છે. કંકોત્રીમાં તેમના લગ્ન બે યુવતી અને તેમના ત્રણ સંતાનોની સાક્ષીએ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. વાત એમ છે કે, મેઘરાજભાઈને ખાંડા ગામના કાજલ ગાવિત સાથે પ્રેમ થતાં તેમણે વર્ષ 2010માં સગાઈ કરી હતી. જો કે, આ પછી મેઘરાજભાઈને કેલીયા ગામના રેખા ગાઈન સાથે પણ પ્રેમ થતાં વર્ષ 2013માં તેમની સાથે સગાઈ કરી હતી. 

આ પછી મેઘરાજભાઈ, કાજલ અને રેખા ત્રણેય લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે, આદિવાસી સમાજમાં ઘણી વખત લગ્ન પહેલા યુવક-યુવતીઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. જ્યારે તેમની આર્થિક સ્થિતિ યોગ્ય જણાય ત્યારે તેઓ વિધિવત રીતે લગ્ન કરે છે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની આદિવાસી પરંપરાને ચાંદલા વિધિ અથવા ફૂલહાર તરીકે ઓળખવામાં આવે છે. 

મેઘરાજભાઈને કાજલ અને રેખા થકી ત્રણ બાળકો છે. જ્યારે હવે એમના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે તેમના સંતાનો પણ માતા-પિતાના લગ્ન વિધિમાં હાજર રહેશે. એક મંડપમાં બે યુવતી સાથે લગ્ન થવાના છે, ત્યારે મેઘરાજભાઈના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ગુજરાતભરના લોકો ફોન કરીને પૂછપરછ અને પરંપરા વિશે માહિતી મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર